fbpx
અમરેલી

અમરેલી જિલ્લાએ પ્રાકૃતિક ખેતીમાં કાઠું કાઢ્યું: જિલ્લાના ૩૧,૯૮૧ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ અપનાવી

અમરેલી જિલ્લાના ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિમાં કાઠું કાઢ્યું છે, જિલ્લામાં ૩૧,૯૮૧ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી ચૂક્યા છે અને ઘર બેઠાં જ પ્રાકૃતિક ઢબે ઉત્પાદિત પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કરી રહ્યા છે. ખેડૂતો કુરિયર સેવા દ્વારા પણ પ્રાકૃતિક ખેત પેદાશોને ગ્રાહકો સુધી પહોંચાડી રહ્યા છે.

    આ સંદર્ભે અમરેલી જિલ્લાના આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ડી.એમ. નિનામા જણાવે છે કે, જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની મુહિમ ખૂબ તેજીથી આગળ વધી રહી છે, જિલ્લામાં અંદાજે ૩૪,૮૯૫ એકરમાં પ્રાકૃતિક કૃષિ થઈ રહી છે. મગફળી, સોયાબીન, તલ, મગ, અડદ વગેરે પાકો ઉપરાંત શાકભાજી અને બાગાયતી પાકોની ખેતી કરવામાં આવી છે.

   તેમણે કહ્યુ કે, ખેડૂતોને પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના વેચાણ માટે એક પ્લેટફોર્મ મળી રહે તે માટે જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરી ઉપરાંત સેન્ટર પોઈન્ટ સર્કલ ખાતેથી જુદી જુદી પ્રાકૃતિક ખેત પેદાશોનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે.  લોકો સુધી પ્રાકૃતિક ખેતી અને પેદાશોના ફાયદાઓ લોકો સુધી પહોંચે તે માટે પ્રજાલક્ષી સરકારી કાર્યક્રમોમાં પણ પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ સહ પ્રદર્શન પણ ગોઠવવામાં આવે છે.

    રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત રાજ્ય સરકારની નેમ મુજબ પ્રાકૃતિક ખેતી આવશ્યક અને સમયની માંગ છે. સાથે જ જમીનની તંદુરસ્તી-ફળદ્રુપતા જાળવવા માટે અને એક પ્રકારે લોકોને રોગોથી બચવા માટે પણ પ્રાકૃતિક પેદાશો મજબૂત વિકલ્પ બનીને ઉભરશે. તેમ જણાવતા શ્રી નિનામાએ ઉમેર્યુ કે, પ્રાકૃતિક કૃષિને વેગ મળે તે માટે

જિલ્લા કલેકટર શ્રી અજય દહિયા દ્વારા સમયાંતરે તે અંગેની સમીક્ષા કરવાની સાથે જરુરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે.  જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.બી. પંડ્યા દ્વારા પણ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે તે માટે જરુરી સહયોગ મળી રહ્યો છે.

   આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી દિલીપ ચાવડા અને અમરેલી જિલ્લાની આત્મા પ્રોજેક્ટની ટીમ પ્રાકૃતિક કૃષિની મુહિમને આગળ વધારવા માટે સતત કાર્યરત છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/