fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના ૩૪ ગામોમાં સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન

 આયુષ્માન ભારત યોજના તથા અન્ય આરોગ્યલક્ષી યોજના અંતર્ગત અમરેલી જિલ્લાના ૩૪ ગામોમાં તા.૧૫-૭-૨૪ના રોજ સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટા આંકડીયા, ચિતલ, કેરીયાનાગસ, વાંકીયા, દેવગામ, મોટીકુંકાવાવ, વડીયા, ડેડાણ, ખાંભા, મોટા સમઢીયાળા, દલખાણીયા, ધારગણી, ધારી, સરસીયા, નાગેશ્રી, ટીંબી, હામાપર, જુના વાધણીયા, મોટા દેવળીયા, કરીયાણા, કોટડાપીઠા, ભેરાઇ, ચાંચ, ડુંગર, કોટડી, આંબરડી, ચાવંડ, મતીરાળા, ક્રાંકચ, મોટા લીલીયા, ગાઘકડા, મોટા ઝીઝુંડા, વંડા અને વિજપડી ગામોનો સમાવેશ થાય છે.

આ કેમ્પ દરમિયાન સ્થળ પર જ નિ:શુલ્ક નિદાન સાથે જરૂરી સારવાર કરવામાં આવશે. ઉપરાંત જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેનાર લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, આભા કાર્ડ અને આધાર કાર્ડ સ્થળ ઉપર જ કાઢી આપવામાં આવશે.

કેમ્પમાં એન.સી.ડી. પ્રોગ્રામ અંતર્ગત તપાસ અને સારવાર, ટીબી સ્ક્રીનીંગ, કુટુંબ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત સલાહ, મેલેરીયા, ડે‍ન્ગ્યુ, ચિકનગુનિયા રોગના અટકાયતી તપાસ અને સારવાર પણ આપવામાં આવશે. આયુષ ડોક્ટરશ્રીઓની ઉપસ્થિતિમાં  ઉકાળા તથા આયુવૈદિક દવાઓનું વિતરણ કરવામાં આવશે.  આ આરોગ્ય કેમ્પનો જાહેર જનતાને લાભ લેવા માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/