fbpx
અમરેલી

જાફરાબાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાના પ્રાથમિક પ્રશ્નોના ઉકેલ માટે આવેદનપત્ર અપાયું

છેલ્લા કેટલાક સમયથી જાફરાબાદ શહેરમાં વહિવટદારશ્રીનું શાસન અત્યંત કથળેલી હાલતમાં કાર્યરત હોય, પરિણામે શહેરનાં રોજીંદા પ્રશ્નોએ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ છે. જેથી અમારી નમ્ર માંગણી છે કે દિન-૧૦ માં નીચે મુજબનાં શહેરીજનોનાં રોજીંદા પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો ના છુટકે આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે શહેરનાં પ્રશ્નો સંદર્ભે જન આંદોલન કરવાની અમોને ફરજ પડશે.(૧) જાફરાબાદ વિસ્તારનાં દરેક વોર્ડમાં ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય વધેલ છે પરિણામે રોગ ઉપદ્રવની શકયતાઓ વિકરાળ બની રહી છે જેથી દરેક વોર્ડમાં સ્વચ્છતાનું ચુસ્તપણે પાલન થાય તે માટે ગંદકીની રોજીંદી સફાઇ તેમજ જંતુનાસક દવાઓનો છુટકાવ થવો જરૂરી છે. કોન્ટ્રાકટર આધારીત સફાઇ કાર્ય માત્ર બીલ લેવા માટેજ થતું હોય

તેમાં સુધાર લાવી નિયમીત સફાઇ કાર્ય હાથ ધરવા અમારી માંગણી છે.(२) ચાલુ ચોમાસામાં શહેરનાં રાજમાર્ગો તથા શેરીઓના રસ્તાઓ બીસ્માર હાલતમાં થયેલ હોય તે અંગે તત્કાલ સમારકામ શરૂ કરવામાં આવે તથા ગેરેન્ટી પીરીયડ રસ્તાઓ જે હોય તે સમારકામ નો ખર્ચ ઠેકેદારશ્રીનાં શીરે વસુલાત થાય તે અંગે સત્વરે કાર્યવાહી થાય.(3) શહેરની સ્ટ્રીટ લાઇટો મોટાભાગે બંધ હાલતમાં છે તે તમામ લાઇટો પુન: શરૂ થાય અને જાફરાબાદ શહેરને અંધકારની ગર્તામાંથી સત્વરે બહાર કાઢવાનું કાર્ય થાય તેવી અમારી માંગણી છે.(૪) પીવાનાં પાણી, માટે ઘણી અનિયમીતતાઓ વધી છે. તેમાં સત્વરે સુધાર લાવી પુરા ફોર્ષથી દરેક વોર્ડમાં સ્વચ્છ અને આરોગ્ય વર્ધક પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળે તેવી વ્યવસ્થા ગોઠવવા અમારી માંગ છે.(૫) શહેરનાં બાગ, બગીચાઓનું સંચાલન યોગ્ય થાય અને દબાણકર્તાઓ એ દબાણ કરેલ હોય તે તત્કાલ દૂર કરી યોગ્ય સુવિધા મળે તેવી કાર્યવાહી કરવાની અમારી માંગ છે.આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ અને એડવોકેટ હરેશભાઈ બાંભણિયા, રજાકભાઈ થયૈમ, મુદ્રેશભાઈ સહિતના અને કોંગેસ આગેવાનો આ તકે ઉપસ્થિત રહ્યા હતાઆમ, ઉપરોકત બાબતે દિન-૧૦ માં કોઇ પગલા નહિ લેવામાં આવે તો ના છુટકે જન આંદોલન કરવાની અમોને ફરજ પડશે જેની નોંધ લેશો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/