fbpx
અમરેલી

અમરેલી જીલ્લા ભારતીય જનતા  પાર્ટી તેમજ યુવા મોરચા દ્વારા “ કારગીલ વિજય દિવસની “ ૨૫મી વર્ષગાંઠની  પૂર્વ સંધ્યાએ મશાલ રેલીનું આયોજન.

કારગીલ વિજય દિવસ (તા. ૨૬ જુલાઈ) સમગ્ર દેશ માટે ગૌરવનો દિવસ છે. લગભગ ૩ મહિના સુધી ચાલેલા ભારત-પાકિસ્તાન કારગીલ યુદ્ધ દરમિયાન, આપણા બહાદુર સૈનિકોએ ૨૬ જુલાઈ, ૧૯૯૯ના રોજ કારગીલમાં વિજય મેળવ્યો હતો. દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંકલ્પરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ દિવસને વિવિધ કાર્યક્રમો દ્વારા  ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે કારગીલ વિજય દિવસની ૨૫મી વર્ષગાંઠ છે. તો દેશના યશસ્વી વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કહ્યું, “કારગીલ વિજય દિવસ ભારતના અદ્ભૂત યોદ્ધાઓની બહાદુરીની ગાથાને ઉજાગર કરે છે, જે હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણારૂપ રહેશે. આ ખાસ દિવસે, હું તેમને હૃદયથી નમન અને વંદન કરું છું, જયહિંદ.

કારગીલ વિજય દિવસની ૨૫મી વર્ષગાંઠ નિમિત્તે  ભારતીય જનતા પાર્ટીના  માન. રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે. પી. નડ્ડાજીની સૂચના મુજબ આ સંદર્ભે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જેમાં  અમરેલી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના  યુવા મોરચા દ્વારા પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.  

આ તમામ કાર્યક્રમોમાં યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપરાંત સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ,જીલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકાપંચાયતના સભ્યશ્રીઓ,નગરપાલિકાના સભ્યશ્રીઓ,સહકારી આગેવાનશ્રીઓ  તેમજ પક્ષના તમામ પદાધિકારીઓ અને સીનીયર આગેવાનો પણ કાર્યક્રમોમાં પોતાના મંડલમાં સહભાગી થશે.

 અમરેલી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા કારગીલ વિજયની ૨૫મી વર્ષગાંઠ સંદર્ભે તમામ મંડલોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.  જે તકે તા. ૨૫મી જુલાઈ,ગુરુવારના રોજ યુવા મોરચા દ્વારા મશાલ રેલીઓનું આયોજન કરવામાં આવશે જેમાં અમરેલી જીલ્લા કક્ષાની મશાલ રેલીનું આયોજન સાંજે ૦૫:૩૦ કલાકે ગાંધીબાગ થી અમર જવાન શહીદ સર્કલ, રાજકમલ ચોક સુધી યોજાશે .મશાલ રેલીમાં  શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ  સામાજિક સંસ્થાઓ ,યુવાનો અને શહેરી જનોને  બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/