fbpx
અમરેલી

જિલ્લાના ખેડૂતોએ મગફળી પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ માટે પગલા લેવા અનુરોધ

અમરેલી જિલ્લામાં અનુકુળતા અનુસાર વિવિધ પાકનું વાવેતર કાર્ય પૂર્ણ થયું છે. મગફળીનું વાવેતર થયું હોય તે ખેતરમાાં સંકલિત જીવાત નિયંત્રણ માટે પગલા લેવા અનિવાર્ય છે. મોલો મશી જીવાતના ઉપદ્રવનો પ્રથામિક અંદાજ મેળવવા તેમ જ નિયંત્રણ માટે ખેતરમાં ચીકણા ટ્રેપ લગાવવા, મોલોને ખાઈ જનાર દાળિયાની વસ્તી જો ખેતરમાં વધુ જમાય તો જંતુનાશક દવા છાંટવાનું મુલ્તવી રાખવું, ચૂસિયા જીવાતો તેમ જ લીલી તથા પાન ખાનાર ઇયળ નિયંત્રણ માટે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ ટકા અર્ક) અથવા લીંબોળીનું તેલ ૩૦-૪૦ મિ.લિ.  અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. થી ૪૦ મિ.લિ. અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લી. પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. મોલોમશી તતડીયા,થ્રીપ્સ,સફેદ માખી જેવી ચૂસિયા જીવાતોના રાસાયણિક નિયંત્રણ માટે ડાયમીથોએટ ૩૦ ઇ.સી. ૧૦ મિ.લિ. અથવા ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસ.એલ. ૩ મિ.લિ. અથવા થાયામિથોક્ઝામ ૨૫ ડબલ્યુ.એસ.૩ ગ્રામ અથવા એસીટામીપ્રિડ ૨૦ એસ.પી.૨ થી ૩ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

થ્રીપ્સ અને સફેદ માખીનો ઉપદ્રવ જમાય તો પ્રોફેનોફોલ ૪૦ ટકા વત્તા સાયપરમેથ્રીન ૪ ટકા ૧૦ મિ.લિ. અથવા ડાયફેંથીયુરોન ૫૦ વે.પા.૧૦ ગ્રામ અથવા સ્પીનોસાડ ૪૫ એસ.પી. ૩ મિ.લિ. અથવા થાયમીથોક્ઝામ વત્તા લેમ્ડા સાયહેલોથ્રિન ૨૨ ઝેડ.સી. ૨૫ મિ.લિ. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. પાન કથીરીના નિયંત્રણ માટે પ્રોપરગાઇટ ૫૭ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. લીલી ઇયળ તથા પાન ખાનાર ઇયળ (સ્પોડોપ્ટેરા) નિયંત્રણ માટે હેક્ટકર દીઠ ૫-૬ ફેરોમોન ટ્રેપ ગોઠવી તેમાં પકડાતા નર ફુદાંનો નાશ કરવો. ઇયળોનો ઉપદ્રવ વધુ જણાય ત્યારે ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા ક્વીનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. ૧૦ લીટર પામીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૦ થી ૧૨ દિવસ પછી કોઈપણ એક દવાનો બીજો છંટકાવ કરવો. આ અંગે વધુ વિગતો જે-તે વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક યાદીમાં અનુરોધ કરતા જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/