fbpx
અમરેલી

અમરેલીના કલાકારો માટે યુવા ઉત્સવ સ્પર્ધા યોજાશે

રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-ગાંધીનગર ઉપક્રમે અને અમરેલી જિલ્લા યુવા વિકાસ કચેરી, અમરેલી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા સંચાલિત યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવશે. તાલુકા અને જિલ્લા કક્ષાની આ સ્પર્ધાઓમાં વય મર્યાદા ૧૫ થી ૨૯ વર્ષ રહેશે.

તાલુકાકક્ષાની સ્પર્ધાઓમાં વકતૃત્વ, નિબંધ, પાદપૂર્તિ, ગઝલ શાયરી લેખન, કાવ્ય લેખન, દોહા-છંદ-ચોપાઇ, લોકવાર્તા, સર્જનાત્મક કારીગરી, ચિત્રકલા, લગ્નગીત, હળવું કંઠ્ય સંગીત, લોકવાદ્ય સંગીત, ભજન, સમૂહ ગીત, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, લોકગીત, એકાંકી (હિન્દી અને અંગ્રેજી) શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની), કર્ણાટકી સંગીત, સિતાર, વાંસળી, તબલા, વીણા, મૃગંદમ, હાર્મોનિયમ (હળવું), ગિટાર, શાસ્ત્રીય નૃત્ય-મણીપુરી, ઓડીસી, કથ્થક, કુચીપુડી, ભરત નાટ્યમ, શીઘ્ર વકૃત્વ (હિન્દી-અંગ્રેજી) અને પ્રદેશકક્ષા સ્ટોરી રાઇટીંગ (હિન્દી-અંગ્રેજી), પોસ્ટર મેકીંગ, DECLAMATION (હિન્દી અને અંગ્રેજી) ફોટોગ્રાફી, હેન્ડીક્રાફ્ટ, ટેક્ષટાઇલ્સ, એગ્રો પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.

યુવા ઉત્સવ સ્પર્ધાની એન્ટ્રી જે-તે તાલુકા કન્વીનરશ્રીને પહોંચાડવી. તાલુકાકક્ષા કન્વીનરશ્રીની યાદી (૧) અમરેલી તાલુકો-અશરફભાઈ પરમાર, શ્રી દીપક હાઇસ્કૂલ,અમરેલી, (૨) બાબરા તાલુકો – શ્રી હરેશભાઈ વડાવીયા શ્રી જ્ઞાનજ્યોત હાઇસ્કૂલ વાંડળીયા, (૩) બગસરા તાલુકો શ્રી વિનોદભાઈ જેઠવા, શ્રી ઝવેરચંદ મેઘાણી હાઇસ્કૂલ-બગસરા, (૪) લાઠી તાલુકો-શ્રી દર્શનાબેન ગીડા, શ્રીમતી એન.એચ.સંઘવી કન્યા વિદ્યાલય લાઠી, (૫) લીલીયા તાલુકો શ્રી કે.ડી.ડાવેરા, શ્રી ક્રાંકચ માધ્યમિક શાળા-ક્રાંકચ, (૬) કુંકાવાવ તાલુકો- શ્રી એમ.જી.મોરી, શ્રી સુરગવાળા સાર્વજનિક હાઇસ્કૂલ-વડીયા, (૭) ધારી તાલુકો – શ્રી માનસિંહ બારડ, શ્રી જી.એન.દામાણી હાઇસ્કૂલ-ધારી, (૮) ખાંભા તાલુકો- શ્રી અજીતસિંહ ગોહિલ, શ્રી જે.એન.મહેતા હાઇસ્કૂલ-ખાંભા, (૯) રાજુલા તાલુકો-શ્રી સીમાબેન પંડ્યા, શ્રીમતી ટી.જે.બી.એસ. ગર્લ્સ સ્કૂલ-રાજુલા, (૧૦)જાફરાબાદ તાલુકો શ્રી વિમલભાઈ અગ્રાવત, શ્રી પારેખ અને મહેતા હાઇસ્કૂલ જાફરાબાદ, (૧૧) સાવરકુંડલા તાલુકો-શ્રી ધર્મશંકરભાઈ ભટ્ટ (મો.૯૮૭૯૬૮૭૬૨૨), શ્રી સાવરકુંડલા તાલુકા યુવક મંડળ. તા.૧૨ ઓગષ્ટ, ૨૦૨૪ સુધીમાં તાલુકા કન્વીનરશ્રીઓને એન્ટ્રી ફોર્મ પહોંચતા કરવા.

તાલકા કક્ષાએ પ્રથમ આવનાર કલાકાર જિલ્લામાં ભાગ લેશે. જિલ્લામાં પ્રથમ આવનાર કલાકાર ઝોનકક્ષાએ ભાગ લેશે. ઝોનકક્ષાએ પ્રથમ,દ્વિતિય આવનાર કલાકાર રાજ્યકક્ષાએ ભાગ લેશે.યુવા ઉત્સવ સ્પર્ધાની વધુ માહિતી માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી રૂમ નં.૧૧૦,૧૧૧ પ્રથમ માળ, અમરેલી ફોન નં.(૦૨૭૯૨) ૨૨૩૬૩૦નો સંપર્ક કરવો તેમ અમરેલી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/