fbpx
અમરેલી

અમરેલી જીલ્લા ભારતીય જનતા  પાર્ટી તેમજ યુવા મોરચા દ્વારા “ કારગીલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ દેશ ભક્તિના ગીતો સાથે  મશાલ રેલીનું આયોજન કરવા માં આવ્યું .

કારગીલ વિજય દિવસ (તા. ૨૬ જુલાઈ) સમગ્ર દેશ માટે ગૌરવનો દિવસ છે. લગભગ ૩ મહિના સુધી ચાલેલા ભારત-પાકિસ્તાન કારગીલ યુદ્ધ દરમિયાન, આપણા બહાદુર સૈનિકોએ ૨૬ જુલાઈ, ૧૯૯૯ના રોજ કારગીલમાં વિજય મેળવ્યો હતો. દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંકલ્પરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ દિવસને વિવિધ કાર્યક્રમો દ્વારા  ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે કારગીલ વિજય દિવસની ૨૫મી વર્ષગાંઠ છે. તો દેશના યશસ્વી વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કહ્યું, “કારગીલ વિજય દિવસ ભારતના અદ્ભૂત યોદ્ધાઓની બહાદુરીની ગાથાને ઉજાગર કરે છે, જે હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણારૂપ રહેશે. આ ખાસ દિવસે, હું તેમને હૃદયથી નમન અને વંદન કરું છું, જયહિંદ.”કારગીલ વિજય દિવસની ૨૫મી વર્ષગાંઠ નિમિત્તે  ભારતીય જનતા પાર્ટીના  માન. રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે. પી. નડ્ડાજીની સૂચના મુજબ આ સંદર્ભે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જેમાં  અમરેલી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના  યુવા મોરચા દ્વારા આજ રોજ મશાલ રેલી નું આયોજન કરવા માં આવેલ જે મશાલ રેલી ગાંધી બાગ થી રાજકમલ ચોક સુધી દેશભક્તિ ના ગીતો સાથે યોજાયેલ

જેમાં ગુજરાત સરકારના મુખ્ય નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા અમરેલી જીલ્લા મહામંત્રી શ્રી મેહુલભાઈ ધોરાજીયા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી રેખાબેન માવદીયા અમર ડેરી  ચેરમેન શ્રી  અશ્વિનભાઇ સાવલિયા યુવા મોરચા ના મહામંત્રી શ્રી મૌલિક ઉપાધ્યાય  અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી બીપીનભાઈ લીંબાણી તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરીયા,વનરાજભાઈ કોઠીવાળ,શહેર ભાજપ પ્રમુખ શ્રી ભાવેશભાઈ સોઢા, તેમજ  એકક્સ આર્મી મેન, બજરંગ દાળ, આખડાગ્રુપ, ડિસ્ટિક ચેમ્બર ના આગેવાનો,વેપારી મહામંડળ ના આગ્રણી ઓ  સહીત યુવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને  સફળબનાવવા અમરેલી શહેર  યુવા મોર્ચા ના પ્રમુખ  અર્જુનભાઈ દવે મહામંત્રી જતીન સાવલિયા,મહાવીર વિછિયા, વિદુર ડાબાસરા,જીગીશું મહેતા, સહીત ના આગેવાનો  એ. જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/