fbpx
અમરેલી

જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની જુલાઈ માસની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, ધારી-બગસરા-ખાંભા વિસ્તારના ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા અને લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાના પ્રજાકીય પ્રશ્નોની રજૂઆત સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રશ્નોને સત્વરે ઉકેલવા માટે જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને જરુરી માર્ગદર્શન સાથે સૂચનાઓ આપી હતી.

અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં સમસ્યાઓનો યોગ્ય રીતે નિકાલ થાય તે માટે સંબંધિત કચેરીના વડા સાથે સંકલન કરવામાં આવ્યું હતું. પેન્ડિંગ પ્રશ્નોનું યોગ્ય સકારાત્મક નિરાકરણ લાવવા માટે જિલ્લા કલેકટરશ્રીએ સૂચના આપી હતી. નિવાસી અધિક કલેક્ટરશ્રીએ વિવિધ કચેરીના અવેઇટ પેપર્સ, પેન્શન કેસ, નાગરિક અધિકારી પત્ર, માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગતની બાકી રહેતી અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ કરવાની સૂચના આપી હતી. ખાસ કરીને જિલ્લાના સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓ તરફથી મળતા પત્રોના સમયમર્યાદામાં અને યોગ્ય જવાબો આપવા માટે સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકની સાથે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી.  સસ્તા અનાજની દુકાનના વ્યાજબી અંતરે સ્થળ બદલવા માટે આવેલી અરજીઓને મંજૂરી આ બેઠકમાં આપવામાં આવી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા શ્રી હિમકરસિંઘ, પ્રાંત અધિકારીશ્રીઓ ઉપરાંત વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ- કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટર શ્રી દિલિપસિંહ ગોહિલે  કર્યુ હતુ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/