fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં સાંસ્કૃતિક વારસા અને સર્જનાત્મકતાને ઉજાગર કરતી ૧૩ સ્પર્ધાઓનું આયોજન

અમરેલી જિલ્લામાં સાંસ્કૃતિક વારસા અને સર્જનાત્મકતાને ઉજાગર કરતી ૧૩ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધાઓમાં ૭ થી ૧૩ વર્ષની વય જૂથના બાળકો ભાગ લઈ શકશે, તા.૧૨ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી.રમત ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, યુવક સેવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના ઉપક્રમે યોજાતા જિલ્લા, ઝોન, રાજ્યકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાઓ પૈકી આ વર્ષે અમરેલી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,  દ્વારા  આગામી સમયમાં  ૧૩ સ્પર્ધાઓનું આયોજન થશે. 

આ સ્પર્ધાઓમાં ‘’અ’’ વિભાગમાં ૭ થી ૧૦ વર્ષ સુધીના બાળકો માટે વકૃત્વ, નિબંધ, સર્જનાત્મક કારીગરી, ચિત્રકલા, લગ્ન ગીત, લોકવાદ્ય સંગીત અને એક પાત્રીય અભિનય, ‘’બ’’ વિભાગમાં ૧૦ વર્ષ થી ૧૩ વર્ષ સુધીના બાળકો માટે વકૃત્વ, નિબંધ, સર્જનાત્મક કારીગરી,ચિત્રકલા, લગ્ન ગીત, લોક વાદ્ય સંગીત, એક પાત્રીય અભિનય તેમજ ઓપન વિભાગમાં ૭ થી ૧૩ વર્ષના બાળકો માટે દોહા, છંદ, લોકવાર્તા, લોકગીત, ભજન, સમુહગીત, લોકનૃત્ય, જેવી સ્પર્ધાઓ યોજાશે. સ્પર્ધામા ભાગ લેવા ઇચ્છતી સંસ્થા કે પ્રાથમિક શાળાઓએ તા.૧૨-૦૮-૨૦૨૪ સુધીમાં પોતાની એન્ટ્રી (પ્રવેશ ફોર્મ) જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી બહુમાળી ભવન,પ્રથમ માળ, બ્લોક-સી, રૂમ નં ૧૧૦/૧૧૧,અમરેલી ખાતે રુબરુ પહોંચતી કરવી.  એન્ટ્રી કરનાર સંસ્થાના સંચાલકશ્રીનેસ્પર્ધાના વિગતવાર કાર્યક્રમની જાણ કરવામાં આવશે. વધુ માહિતી ફોન નં. (૦૨૭૯૨) ૨૨૩૬૩૦ પરથી મેળવી શકાશે, તેમ અમરેલી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/