fbpx
અમરેલી

અમરેલી જીલ્લા ભારતીય જનતા પાર્ટી તેમજ યુવા મોર્ચા દ્વારા શાંતાબા ઓડીટરીયમહોલ અમરેલી ખાતે “કારગીલ વિજય દિવસ” ની ૨૫ મી વર્ષગાંઠ નિમિતે ભવ્ય ઉજવણીકરવામાં આવી

કારગીલ વિજય દિવસ (તા. ૨૬ જુલાઈ) સમગ્ર દેશ માટે ગૌરવનો દિવસ છે. લગભગ ૩ મહિના સુધી ચાલેલા ભારત-પાકિસ્તાન કારગીલ યુદ્ધ દરમિયાન, આપણા બહાદુર સૈનિકોએ ૨૬ જુલાઈ, ૧૯૯૯ના રોજ કારગીલમાં વિજય મેળવ્યો હતો. દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંકલ્પરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ દિવસને વિવિધ કાર્યક્રમો દ્વારા  ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે કારગીલ વિજય દિવસની ૨૫મી વર્ષગાંઠ છે. તો અમરેલી જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કારગીલ વિજય સભા નું આયોજન કરવા માં આવ્યું હતું આ સભા ની શરૂઆત “કારગીલ વિજય દિવસ ની પૂર્વ સંધ્યા એ યોજાયેલ ભવ્ય મશાલ યાત્રા માં પ્રજ્વ્વાલિત કરેલ “વિજય જ્યોત” ના પૂજન દ્વારા કરવામાં આવેલ આ સભામાં  મુખ્ય વક્તા તારીખે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ શ્રી આર.સી. ફળદુ સાહેબ દ્વરા તત્કાલીન વડાપ્રધાન સ્વ.આટલજી ની દેશભક્તિ ને  યાદ કરી કારગીલ યુદ્ધ દરમિયાન ભારતે એક પણ ઈચ જમીન ગુમાવી નથી અને યુદ્ધ દરમ્યાન શહીદ થયેલ સૈનિકો ને શ્રધાંજલિ આપી હતી

તેમજ આ કાર્યક્રમ માં બાળ કલાકાર પર્વ મકવાણા દ્વારા કાલી ધેલી ભાષામાં  દેશભક્તિ ની વાતો કરી અને સુર સાધના મ્યુજીકલ  ગ્રુપ દ્વારા દેશ ભક્તિ ના ગીતો સાથે આખી સભા માં દેશ ભક્તિ મય વાતાવરણ ઉભું થયું હતું તે ઉપરાંત અમરેલી જીલ્લા માં રહેતા પૂર્વ સૈનિકો નું શાલ અને હાર દ્વારા સન્માન કરવા માં આવ્યું  આ તાકે ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી ધારાસભ્ય શ્રી જે.વી.કાકડિયા ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બસિયા,પીઠાભાઈ નકુમ,મેહુલભાઈ ધોરાજીયા પૂર્વ સાંસદશ્રી નારણભાઈ કાછડીયા પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડો.ભરતભાઈ કાનાબાર પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી શ્રી હિરેનભાઇ હીરપરા પ્રદેશ યુવા મોરચા ના ઉપ પ્રમુખ શ્રી મનીષભાઈ સંઘાણી પ્રદેશ મહિલા મોરચાના મંત્રી શ્રી ભાવનાબેન ગોંડલીયા પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી શ્રી મયુરભાઈ માંજરીયા અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા જીલ્લા ખરીદ વહેચણ સંઘ ના પ્રમુખ શ્રી જન્તીભાઈ પાનસુરીયા તેમજ યુવા મોરચાના હોદેદાર શ્રી મૌલિક ઉપાધ્યાય,વનરાજ વરુ, વિરલ પરીખ, યોગેન્દ્ર એપા,કિશન શીલુ  તેમજ બોહળી સંખ્યામાં કાર્યકર્તા ઓ તેમજ યુવાનો  હાજર રહ્યા હતા    

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/