fbpx
અમરેલી

સાવરકુંડલાના મુખ્ય રસ્તા ઉપર  ખાડાઓ ને લીધે નગરજનો ત્રાહિમામ તંત્રના પેટનું પાણી હલતું નથી

સાવરકુંડલાના નાગરિકો શહેરના રસ્તાઓ ને લઈને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સાવરકુંડલા શહેરના વિવિધ વિસ્તારો જેવા કે મેઈન બજાર, પોસ્ટ ઓફીસ રોડ, હાથસણી રોડ, જેસર રોડ જેવા અનેક વિસ્તારના રસ્તાઓ અતિ ખરાબ અને ખાડા ખરખડીયા વાળા બન્યા છે. ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે અને મુખ્ય બજારો બિસ્માર બની છે.  ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડી જવાના કારણે શહેરીજનો હેરાન-પરેશાન છે. પરંતુ તંત્ર ના પેટનું પાણી હલતું નથી. અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ રસ્તા બાબતે પગલા લેવામાં આવતા નથી ત્યારે સાવરકુંડલા જનતા  આ રસ્તા બનાવવા માટે માંગ કરી રહી છે. હવે તંત્ર દ્વારા આ કામ ક્યારે ચાલુ કરવામાં આવશે એ જોવાનું રહ્યું. આગામી દિવસોમાં ધાર્મિક તહેવારો આવતા હોય જેમાં લોકોની અવરજવર વધુ રહેતી હોય તહેવારમાં લોકો વધુ પરેશાન થશે. સાવરકુંડલામાં જનતાની સુખાકારી માટે તંત્ર ક્યારે એકશન મોડમાં આવશે ? સાવરકુંડલા શહેરમાં રસ્તા પર ઠેર ઠેર રખડતા ઢોર, ખાડાઓ અને ગંદકીના કારણે લોકો હવે કંટાળી ગયા છે. શહેરના લોકોની સુખાકારી માટે ઉપરોક્ત તમામ બાબતો અંગે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવે તેવી ઉગ્ર માંગણી ઉઠવા પામી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/