fbpx
અમરેલી

પાણી પ્રશ્ને નાયબ દંડક કૌશિક વેકરીયાની  વધુ એક   રજૂઆતના પગલે સણોસરા ગામે ખારો નદી પર ચેકડેમ મંજૂર

અમરેલી- અમરેલી-વડિયા-કુંકાવાવ તાલુકાના યુવા અને ઉર્જાવાન ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના હૈયે હંમેશા ખેડૂતો અને પ્રજાજનોનું હીત રહેલું છે. અમરેલી-વડિયા-કુંકાવાવના પ્રાણ પ્રશ્ન પાણીના મુદ્દે એક પછી એક વિકાસ કાર્ય કરી અને ૯૫ અમરેલી વિધાનસભાના સમગ્ર વિસ્તારને પાણીદાર બનાવા કર્તવ્યબદ્ધ ધારાસભ્ય વેકરીયાની ધારદાર રજૂઆતોના પગલે નર્મદા-જળસંપત્તિ અને પાણી પુવવઠા અને કલ્પસર વિભાગે અમરેલી જિલ્લાના સણોસરા ગામે ખારો નદી પર નવો ચેકડેમ બાંધવાની રિનોવેશનની મંજૂરી આપી

પ્રજાના પ્રશ્નો માટે દિવસ રાત કર્તવ્યબદ્ધ એવા વિધાનસભાના નાયબ દંડકની રજૂઆતના પગલે રાજ્ય સરકારે સણોસરા ગામે ખારો નદી પર ચેકડેમ નં.૦૨ના નિર્માણ માટે અંદાજિત રૂ.  ૫૨.૭૭ લાખની માતબર રકમની વહીવટી મંજૂરી આપી છે.રિનોવેશનના ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરી અને ગુણવત્તાયુક્ત કામો થાય તે માટે નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી અને અધિકારીઓને સત્વરે કામગીરી કરવા સૂચન કર્યુ હતું.

પાણીના પ્રશ્ને એક પખાવાડીયામાં અંદાજિત ૦૨ કરોડ રૂપિયાના કામો મંજૂર કરાવી પાણીદાર ધારાસભ્ય તરીકે ઉભરી આવેલા કૌશિક વેકરીયાએ હેટ્રીક મારી છે. આગામી સમયમાં પણ જ્યાં જ્યાં પાણી પ્રશ્ને જરૂરીયાત છે તે પૂર્ણ કરી અને અમરેલીને નંદનવન બનાવવાનો સંકલ્પ સીદ્ધી તરફ જશે તેવો વિશ્વાસ નાયબ દંડક કૌશિક વેકરીયાએ વ્યક્ત કર્યો હતો.  અમરેલીની પાણીના પ્રશ્ને સ્થાનિક સોર્સ મજબૂત કરી અને સાથે નવા વિકલ્પો શોધી આત્મનિર્ભર બનાવવાના ધ્યેય સાથે ધારાસભ્ય કૌશિકભાઈ પ્રયત્નશીલ છે. આ જાહેરાત થતાની સાથે જ આસાપસાના વિસ્તારના આગેવાનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે અને પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિને અભિનંદનનો ધોધ વરસાવી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/