fbpx
અમરેલી

PGVCL કચેરી ખાતે વિભાગના અધિકારીઓ સાથે પ્રજાને લગતા પ્રશ્નોના કામ સંદર્ભે નાયબ દંડક કૌશિક વેકરીયા સમીક્ષા કરી ચર્ચા કરી

અમરેલી – અમરેલી-વડિયા-કુંકાવાવના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના યુવાન અને ઉર્જાવાન નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના હૈયે ખેડૂતો અને પ્રજાનું હીત સમાયેલું છે. અમરેલી જિલ્લાના વડિયા તાલુકા અને અને અમરેલી તાલુકામાં લોકદરબાર યોજી અને પ્રજાના પ્રશ્નોનું સમાધાન લાવવા માટે નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ એક પહેલ કરી હતી. આ લોક દરબારમાં અમરેલીના વડિયા અને અમરેલી તાલુકાની દેવતુલ્ય પ્રજાએ વીજ પ્રશ્નોની કેટલીક રજૂઆતો કરી હતી. વીજળી અને ઉર્જાના ક્ષેત્રે ગુજરાત મોડલના દેશભરમાં વખાણ થતા હોય ત્યારે કેટલીક નાની નાની સમસ્યાઓના કારણે પ્રજાને થતી પરેશાન અને ટેકનીકલ સમસ્યાઓનું સમાધાન આવે તેવા હેતુથી નાયબ મુખ્ય દંડકે વીજ કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

વડીયા તથા અમરેલી ખાતે યોજાયેલ તાલુકાના લોક દરબારમાં જુદા જુદા ગામોના લોકો દ્વારા લો વોલ્ટેજ, ટ્રાન્સફોર્મર ખસેડવા, સ્ટ્રીટ લાઇટના તાર બદલવા, મકાન નજીકથી પસાર થતો ઈલેક્ટ્રીક લઈને ખસેડવા, રીપેરીંગ સમયે કટ આઉટ સ્વીચ નાખવી , નવા ઘર વપરાશના કનેક્શનનો ઝડપથી આપવા સહિતના મુદ્દે કડક સૂચના આપવામાં આવી અમરેલી જિલ્લો જ્યોતિગ્રામ જેવી લોકપ્રિય યોજનાનો લાભાર્થી હોય ત્યારે અમરેલીમાં આ પ્રકારના પ્રશ્નોનું સમાધન આવે અને વહેલી તકે નિરાકણ આવે તે માટેની સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/