fbpx
અમરેલી

અમરેલી નગરમાં ઐતિહાસિક તિરંગા યાત્રા : અમરેલીના માર્ગો પર અંદાજે ૫,૦૦૦થી વધુ નગરજનો સહભાગી થયા

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વના અવસરે ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. અમરેલી જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તેમજ વિવિધ શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓની ભાગીદારીથી અમરેલી શહેરમાં પણ ‘તિરંગા યાત્રા’ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં અંદાજે ૫,૦૦૦થી વધુ નાગરિકો સહભાગી થયા હતા. ઓ તિરંગો લઈ ‘ભારત માતા કી જય’ ના નાદ સાથે  શહેરના વિવિધ માર્ગો પરથીપસાર થયા હતા.

‘તિરંગા યાત્રા’નેસાંસદશ્રી ભરતભાઈ સુતરિયા, અમરેલી-વડીયા-કુંકાવાવ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક, કૌશિકભાઈ વેકરિયા અને અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. અમરેલી નગરના  વિવિધ માર્ગો પરથી પસાર થઈ આ યાત્રા ફોરવર્ડ સર્કલ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.  યાત્રામાં પોલીસ બેન્ડ અને સેન્ટ મેરી શાળાના બેન્ડ, પોલીસના અશ્વ દળના જવાનો, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કલાકારોના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું. આ કલાકારોએ પારંપારિક વેશભૂષામાં સજ્જ થઈ આ યાત્રામાં જોડાઈ તેમનું યોગદાન આપ્યું હતું.તિરંગા યાત્રાના પ્રારંભે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્નાનથી શરુ થયેલા “હર ઘર તિરંગા” કાર્યક્રમના કારણે દેશનો દરેક વ્યક્તિ ઘરે તિરંગો લહેરાવી શકે છે. અમરેલી જિલ્લાના દરેક વ્યક્તિને પોતાના ઘરે તિરંગો લહેરાવાનો અનુરોધ છે. 

અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ તિરંગા યાત્રાના પ્રસ્થાન પૂર્વે કહ્યુ કે, સ્વાતંત્ર પર્વના ભાગરુપે લોકોના ઘરે ઉત્સાહભેર તિરંગો લહેરાવવામાં આવ્યો છે. તમામ તાલુકામાં તિરંગા યાત્રા યોજાઈ છે. આ તિરંગા યાત્રાથી આઝાદીના વીરો, બલિદાન આપનારાઓની સ્મૃતિ તાજી થાય છે. નાગરિકોને પ્રેરિત કરવાની આ યાત્રા છે. અમરેલી જિલ્લાના નાગરિકો રાષ્ટ્રને એક કરવા માટે સહભાગી થાય તેવો અનુરોધ તેમણે કર્યો હતો.કાર્યક્રમમાં વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ, શહેરની વિવિધ શાળાઓ નૂતન હાઈસ્કુલ, ટી.પી.એમ.ટી. ગાંધી હાઈસ્કુલ, અજમેરા હાઈસ્કુલ, દીપક સ્કુલ, જી.જી.બેન ગર્લ્સ સ્કુલ, વિદ્યા ગુરુ સાયન્સ સ્કુલ, કે.બી.ઝાલાવાડીયા શાળા, સેન્ટ મેરી હાઈસ્કુલ, ઓક્સફોર્ડ સ્કુલ ઓફ સાયન્સ, ફોરવર્ડ સ્કુલ, આર્યભટ્ટ અંગ્રેજી માધ્યમ સ્માર્ટ સ્કુલ, સુખ નિવાસ પ્રાથમિક શાળા, પોલીસ લાઈન પ્રાથમિક શાળા, કન્યાશાળા નં. ૦૨, માણેક પરા પ્રાથમિક શાળા, બહાર પરા કન્યા અને કુમાર શાળા,  મ્યુનિસિપલ ગર્લ્સ સ્કુલ, કે.કે. પારેખ પ્રાથમિક શાળા, કમાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, કે.કે. પારેખ કોમર્સ કોલેજ, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, એન.સી.સી.ના કેડેટ્સ, એન.એસ.એસ.ના સ્વયંસેવકો, સ્કાઉટ ગાઈડ, ડી.એલ.એસ.એસ.ના ખેલાડીઓ,  વેપારી મંડળો, સામાજિક ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ, પોલીસના જવાનો અને નગરજનો જોડાયા હતા.

 આ યાત્રામાં અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, પોલીસ અધિક્ષકશ્રી હીમકર સિંઘ, અમરેલી પ્રાંત અધિકારીશ્રી  નાકીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી પરમાર,  મામલતદારશ્રી, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી તેમજ જિલ્લાવહીવટીતંત્રના અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ તેમજ નગરજનો સાથે જોડાઈ અને તિરંગાયાત્રામાં સહભાગી થયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/