fbpx
અમરેલી

પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમરે અમરેલી જિલ્લા ના દરેક તાલુકા ના શિક્ષક ની ઘટ અને લાંબી રજા ભોગવતા શિક્ષકો ની યાદી માંગી

અમરેલી પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમરે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અમરેલી ને શિક્ષક ની ઘટ અને લાંબી રજા ભોગવતા શિક્ષકો ની યાદી અંગે પત્ર પાઠવ્યો અમરેલી જિલ્લાનાં તાલુકા અને સ્કુલ વાઇઝ શિક્ષકોની ઘટ અને લાંબી રજા ભોગવતા શિક્ષકો ની યાદી માંગી તાજેતરમાં જુદા-જુદા જિલ્લા ઓની અનેક સ્કુલોમાં લાંબા સમયથી અને વિદેશ વસવાટ કરતા શિક્ષકો બાબતનાં સમાચારો પ્રસિધ્ધ થઈ રહ્યા છે. શિક્ષકની નોકરી મેળવ્યા પછી પોતાને મળતી હકક રજાઓ લઈને વિદેશ ભાંગી જતા સમાચાર પ્રસિધ્ધ થઈ રહ્યા છે તેના કારણે શિક્ષણ કથળી રહ્યું છે.

દેશના નીતી આયોગનાં રીપોર્ટ પ્રમાણે ગુજરાત શિક્ષણક્ષેત્રે પાછળ ધકેલાઇ રહ્યું છે અને હાલ શિક્ષણમાં ૨૪ માં ક્રમે ગુજરાત દેશનાં અન્ય રાજ્યો કરતા પાછળ છે. પ્રાઇવેટ સ્કુલોમાં મચમોટી ફી લઈને ક્વોલીફાઈ ન હોય તેવા ઓછા પગારથી શિક્ષકો ભરીને વિદ્યાર્થીઓને ખોટી લોભામણી બાબતમાં તેમના વાલીઓને પણ લોભાવીને સ્કુલનો એટ્રેકટીવ ડ્રેસ દેખાવ નાસ્તા- પાણી તેમજ જમવાનું અને સ્કુલ બસોના વચનો આપી વાલીઓ અને વિદ્યાર્થીઓને આકર્ષી શિક્ષણમાં પાછળ ધકેલી રહ્યા છે. ભુતકાળમાં સરકારી પ્રાથમિક અને હાઇસ્કુલોમાં શિક્ષણ પ્રાપ્ત કરીને અમરેલી જિલ્લાનાં અનેક યુવાનો વિદેશ અને દેશનાં અન્ય રાજ્યોમાં ખુબજ પ્રગતિ કરી છે અને પોતાના સમાજનાં શિક્ષણ સંકુલ બનાવી કામગીરી કરી રહ્યા છે તેનો લાભ પોતાના જિલ્લાને મળતો થયો છે પરંતુ સરકારી પ્રાથમિક શિક્ષણ ખાડે ગયું છે તેના કારણે પ્રાઇવેટ સ્કુલોમાં બાળકોને ભણાવવાનો કેજ ઉભો થયો છે તેમાં પણ સરકારની નૈતિક જવાબદારી છે પરંતુ સરકાર છટકી રહી છે શાળા પ્રવેશઉત્સવ જેવાં જુદા-જુદા નામો આપીને માત્ર સરકાર વાહ-વાહી લુટી રહી છે અને છેલ્લા વર્ષમાં તેની અસર ગુજરાતનાં બાળકોમાં અને ભવિષ્ય ઉપર પડી રહી છે. કુપોષણમાં પણ ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ પાછળ ધકેલાઇ રહ્યું છે. મધ્યાહન ભોજન તેમજ સરકારની મળતી સવલતો લઈ તેનો લાભ બાળકોને બદલે 

ભ્રષ્ટ્ટાચાર આચરણ ચાલી રહ્યું હોય, જો કે અમરેલી જિલ્લામાં આવા સમાચારો પ્રસિધ્ધ થયા નથી તેના કારણે જાહેરજીવનના કાર્યકર્તા તરીકે થોડો હર્ષ થાય છે પરંતુ હકીકત શું છે ? તે બાબતનો પ્રકાશ પડી શકે તેવા હેતુંથી જિલ્લાનાં પંચાયતનાં વડા તરીકે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને સત્વરે સુચના આપી તાત્કાલીક આવી માહિતી મોકલી આપવા પત્રથી જણાવી રહ્યો છું. તુર્તજ જરૂરી કાર્યવાહી કરી તાકીદે પ્રત્યુત્તર પાઠવશો તેવી લાગણી વ્યક્ત કરું છું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/