fbpx
અમરેલી

દામનગર મેઇન બઝાર માં માજા મુકતી ટ્રાફીકની સમસ્યા પોલીસનો ડર રહ્યો નથી મોટર સાયકલ ધારકો અને વેપારીઓ બેફામ બન્યા પોલીસ પાલિકા અને ચેમ્બર ના સંકલન થી સમસ્યા દૂર કરો

દામનગર અમરેલી જીલ્લાનાં દામનગર ગામની મેઇન બઝાર રાજાશાહી સમયની અને એકદમ સાકડી છે. એક સાથે બે વાહન પસાર થઇ શકતા નથી એવી હાલતમાં સરદાર ચોકથી શરૂ કરીને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા સુધી મોટર સાયકલ ધારકો મન ફાવે તેમ પાર્ક કરીને દુકાનમાં ખરીદી કરવા કે બેન્કમાં, એ.ટી.એમ. સેન્ટરમાં ચાલ્યા જાય છે. અને જેને કારણે અન્ય વાહન ચાલકો પોતાનું વાહન પસાર કરવા માટે જે-તે મોટર સાયકલ ધારકોને શોધવા નિકળવુ પડે છે. અને દુકાને-દુકાને પુછીને કે બેન્ક-એ.ટી.એમ.સેન્ટરમાંથી શોધીને તેમનુ વાહન સાઇડમાં કરાવીને પોતાનું વાહન ચલાવી શકે છે. આ સમસ્યા છેલ્લા ચારેક વર્ષથી છે. જેને કારણે મેઇન બઝારમાથી જે લોકોને પોતાના ઘેરે જવાનો રસ્તો છે.

તેવા લોકો પરેશાન થાય છે.અને દામનગર ગામની પછળના ભાગે થઈને ફરીને પોતાના ઘેરે જવુ પડે છે દામનગરનાં જાણીતા એડવોકેટ અને શહેર ભાજપ અગ્રણી વિપુલભાઇ પી. જોષી આ બાબતે વધુમાં જણાવે છે કે સરદાર ચોકથી શરૂ કરીને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા સુધીનાં અમુક દુકાન ધારકો પોતાની દુકાન થી આગળ કરેલુ દબાણ સ્વેચ્છાએ હટાવી લે અને પોતાના વાહનો ટ્રાફીકને નડતરરૂપ ન થાય તે રીતે પાર્ક કરે તે યોગ્ય થશે. અન્યથા જે-તે વેપારીઓનાં નામ જોગ ફરીયાદ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે. પોલીસતંત્ર લોકોને વાહન પાર્કીંગની જાણકારી આપે અને સુચારુરૂપથી ટ્રાફીક નીયમન થાય તે માટે એડવોકેટ વિપુલભાઇ પી. જોષીએ પોલીસ ઇન્સપેક્ટર શ્રી દામનગર અને ચીફ ઓફીસર પ્રમુખ શ્રી નગર પાલીકા દામનગરને આ બાબતની લેખીત ફરીયાદ કરેલ છે. અને પોલીસતંત્ર અને વહીવટીતંત્ર ની હાજરી સાબીત કરવા કડક પગલા લેવા પડે તો લેવા માટે અનુરોધ કરેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/