fbpx
અમરેલી

જીથુડીને સૌની યોજના સાથે જોડી ખાસ કિસ્સામાં લાભ આપાવતા પાણીદાર ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા

અમરેલી : અમરેલીના જીથુડી ગામને સૌની યોજના સાથે ખાસ કિસ્સામાં જોડી અને ૨૫ કરોડ રૂપિયાનું કામ ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ મંજૂર કરાવ્યું છે. પાણી પુરવઠા જળસંપતિ અને સિંચાઈ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાને વિશેષ રજૂઆત કરી અને અમરેલીના પાણીદાર ધારસભ્યએ આ અશક્ય કામ શક્ય કરી બતાવ્યું છે.અમરેલીના  જીથુડી ગામની વર્ષો જૂની માંગણી હતી કે, ગામને સૌની યોજના હેઠળ લિંક-4 , પેકેજ 5ના સ્કાવર વાલ્વ પાસેથી પાઇપલાઇન નાખી ગામના ચેકડેમ અને તળાવ ભરવામાં આવે.

જેથી પાણીના તળ ઊંચા આવવાથી ખેડૂતોને એનો સીધો ફાયદો થાય. ઘણાં લાંબા સમયની આ માંગણીને નાયબ મુખ્ય દંડક અને વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાએ જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરતા જળ સંપત્તિ મંત્રીશ્રીએ રૂપિયા 2.50 કરોડના માતબર ખર્ચે પાઇપલાઇન નાખી ચેકડેમ અને તળાવ ભરવાના આ કામને ખાસ કિસ્સામાં મંજૂરી આપતાં આગામી દિવસોમાં આ કામનો પ્રારંભ કરાશે.ટૂંક સમયમાં આ કામની પ્રક્રિયા શરૂ થતા જીથુડી સૌની યોજનાનું પાણી મેળવી શકશે. આમ પાણીના પ્રશ્નને પ્રાથમિકતા આપી અને અમરેલીને નંદનવન બનાવવાની નેમ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/