fbpx
અમરેલી

કોર્ટમાં પેન્ડિંગ કેસનો લોક અદાલતના માધ્યમથી નિકાલ કરવા ઝુંબેશ

 જિલ્લાની તમામ કોર્ટો દ્વારા લોક અદાલતનાં માધ્યમથી સમાધાન લાયક    પડતર જૂના કેસોનો નિકાલ કરવાની ઝુંબેશ શરુ છે. ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષકશ્રી તથા કારોબારી અધ્યક્ષ જસ્ટિસ શ્રીના માર્ગદર્શન હેઠળ આગામી તા. ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૪ શનિવારના રોજ લોક અદાલત યોજાશે. અમરેલી જિલ્લાની તમામ કોર્ટો દ્વારા વિવિધ કેટેગરીનાં  જૂના  કેસોનાં નિકાલ માટેની પ્રક્રિયાની શરુઆત કરવામાં આવી છે. મોટર અકસ્માતના વળતરના કેસ (ઇજા તથા મૃત્યુનાં કિસ્સામાં) જમીન સંપાદન વળતરના કેસ, લગ્ન વિષયક તકરાર (છુટાછેડા સિવાય),નાં કેસ તથા નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ (ચેક બાઉન્સ)નાં કેસો સહિત જૂના પડતર સમાધાનલાયક કેસને ખાસ સંજોગોમાં ધ્યાને લઈને નિકાલ કરવા કાર્યવાહી કોર્ટ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી માટે સમગ્ર જિલ્લામાં ૨૬ બેન્ચનું ગઠન કરવામાં આવ્યું છે, જેમાં જ્યુડીશીયલ ઓફિસરશ્રી, પેનલ વકીલ, તાલીમ મેળવેલા મિડિયેટરની નિમણૂક થઇ છે. પક્ષકારો તથા વકીલશ્રીઓ સાથે એક કરતા વધુ બેઠક કરી, સમાધાનકારી વલણ અપનાવી કેસોના સુખદ નિકાલ થાય માટે સમજાવવામાં આવશે.આ અંગેની વધુ વિગતો માટે અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અમરેલી અથવા તાલુકા કક્ષાએ સ્થાનિક સિવિલ કોર્ટ ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવો. આ ઝુંબેશનો વધુમાં વધુ લાભ લેવા અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફુલ ટાઇમ સેક્રેટરીશ્રીએ એક યાદીમાં અનુરોધ કર્યો છે.                                               

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/