fbpx
અમરેલી

હિંસાથી પીડિત ૧,૪૨૫ બહેનોને અમરેલી  જિલ્લા સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મદદ

  મહિલાઓને મુશ્કેલીઓના સમયમાં અમરેલી જિલ્લાનું સખી વન સ્ટોપ સેન્ટર વહારે આવી રહ્યું છે. જિલ્લામાં હિંસાથી પીડિત ૧,૪૨૫ બહેનોને સખી વન સ્ટોપ સેન્ટરના માધ્યમથી વિવિધ મદદ પૂરી પાડવામાં આવી છે. ભારત સરકાર પ્રસ્તુત મહિલા અને બાળ વિકાસ વિભાગ – ગાંધીનગર દ્વારા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર અમરેલી અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી સંરક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શન દ્વારા અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષથી ૨૪X૭ કાર્યરત છે. હિંસાથી પીડિત બહેનોને વિવિધ મદદ મળી રહે તે માટે કાર્યવાહી કરવામાં આવે છે.કોઇપણ પ્રકારની હિંસાનો ભોગ બન્યા હોય તે મહિલાને, સખી વન સ્ટોપ સે‍ન્ટર પર અને સેન્ટર દ્વારા તબીબી સહાય, પોલીસ અને કાનૂની મદદ, હંગામી ધોરણે આશ્રય અને સામાજિક પરામર્શ તેમજ કાયદાકીય મદદ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. હિંસાથી પીડિત ૧,૪૨૫ જેટલી મહિલાઓને વિવિધ મદદ પૂરી પાડવામાં આવી છે.જિલ્લાના કોઇપણ ખૂણે હોય અને મહિલાઓને સમસ્યા હોય તો તે મહિલાએ દિવસ-રાત કોઇપણ સમયે ૧૮૧ – વન સ્ટોપ સેન્ટર પર સંપર્ક કરવો અને સખી વન સ્ટોપની મદદ મેળવી શકે છે, તેમ સખી વન સ્ટોપ સે‍ન્ટરના સંચાલકશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/