fbpx
અમરેલી

હાઈટ હન્ટ દ્વારા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર હેઠળના  સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તથા ડી.એલ એસ.એસ.માં પ્રવેશ

ખેલાડીઓને વિવિધ રમતોમાં આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી સફળ થવા તથા શિક્ષણના સમન્વય સાથે વિવિધ માધ્યમોથી સ્પોર્ટ્સ ટેલેન્ટ આઇડેન્ટિટીફિકેશન પ્રક્રિયા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા હાથ ધરવામાં આવે છે.હાઈટ હન્ટ મિશન હેઠળ રાજ્યના દરેક જિલ્લાઓમાં, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર હેઠળના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તથા ડી.એલ એસ.એસ શાળાઓ સહિતના ૪૧ કેન્દ્રમાં બહોળી સંખ્યામાં બાળકોની પસંદગી કરી પ્રથમ જિલ્લા કક્ષાએ બાદમાં અંતિમ રાજ્યકક્ષાએ પસંદગી કસોટીનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા થશે. ઉત્તીર્ણ થનાર વિશેષ ઊંચાઈ ધરાવતા વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે રમતનો સમન્વય કરતી ડી.એલ.એસ.એસ યોજનામાં પ્રવેશ મળશે.ખાસ કરીને વિશેષ ઊંચાઈ ધરાવતા પ્રતિભાશાળી બાળકોને અનુરુપ એથ્લેટિક્સ વોલીબોલ, બાસ્કેટબૉલ, હેન્ડબૉલ, કેન્સિંગ જેવી રમતો વૈજ્ઞાનિક ઢબે અત્યાધુનિક પધ્ધતિથી તાલીમ થશે, તમામ ખર્ચ ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.  વધુ વિગતો માટે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત વિકાસ કચેરી, ગોળ દવાખાનાની બાજુમાં, ચિત્તલ રોડ, અમરેલી પિન નં.૩૬૫૬૦૧નો સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/