fbpx
અમરેલી

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે

રાજ્યના મૃદુ, મક્કમ અને સરળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા.૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ને શુક્રવારના રોજ અમરેલી જિલ્લાની મુલાકાતે પધારશે. અમરેલી જિલ્લાને વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ મળશે.અમરેલી એસ.ટી.બસ સ્ટેશન ખાતે નવીન અદ્યતન સુવિધાસભર બસપોર્ટનું લોકાર્પણ, સ્પોર્ટસ કોમ્પલેક્સ  અને રાજમેહલ નવીનીકરણના ખાતમુર્હૂતનો ત્રિવિધ કાર્યક્રમ યોજાશે. જિલ્લામાં રાજ્યના વિવિધ વિભાગના રુ. ૨૯૨ કરોડના ૭૭ વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનાં લોકાર્પણ-ખાતમુર્હૂત થશે.

સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડિયા વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય સર્વ શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી હિરાભાઈ સોલંકી, શ્રી જે.વી.કાકડીયા અને શ્રી જનકભાઈ તળાવિયા, પદાધિકારીશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.અમરેલી શહેર ખાતે રુ. ૪૨.૪૮ કરોડના ખર્ચે તૈયાર થયેલ સુવિધાસભર નવીન બસપોર્ટનું લોકાર્પણ થશે. જિલ્લામાં રમતગમતને વધુમાં વધુ પ્રોત્સાહન મળે સાથે વિવિધ સ્પોર્ટસ માટેની ઉત્તમ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે લાલાવદર મુકામે રુ. ૧૩.૬૪ કરોડના ખર્ચે ભવિષ્યમાં નવનિર્મિત થનાર સ્પોર્ટસ કોમ્પલેક્સનું ખાતમુર્હૂત થશે. અમરેલી શહેરના ઐતિહાસિક ગાયકવાડી સ્થાપત્યનો નમૂનો અને શહેરની શાન ગણાતા એવા રાજમહેલનું રુ. ૨૪.૯૮ કરોડના ખર્ચે નવીનીકરણ થશે, આ કામગીરીનું ખાતમુહૂર્ત-પ્રારંભ મુખ્યમંત્રીશ્રીના હસ્તે થશે.

શહેરી વિકાસ વિભાગના રુ. ૯૦.૨૮ કરોડના ખર્ચે ૧૨ કામો, માર્ગ અને મકાન વિભાગના રુ.૪૫.૮૧ કરોડના વિવિધ ૧૩ કામો, રૂ.૨૯.૮૫ કરોડના ખર્ચે ગૃહ વિભાગના ૫ કામો, રુ. ૨૭.૨૧ કરોડના ખર્ચે ઊર્જા વિભાગના ૩ કામો, રાજ્યના વિવિધ વિભાગનો રુ.૬૦.૮૬ કરોડના ૪૧ કામો સહિત રુ. ૨૯૨ કરોડના વિવિધ વિકાસલક્ષી ૭૭ પ્રકલ્પોનું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે લોકાર્પણ અને ખાતમુર્હૂત થશે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સાવરકુંડલા બાયપાસ રસ્તા પર પ્રસ્તાવિત રેલ્વે ઓવરબ્રિજનું ખાતમુર્હૂત અને લીલીયા ગ્રામ પંચાયત કચેરીના જેટીંગ મશીન તથા સાવરકુંડલા તાલુકાના ત્રણ ૬૬ કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ થશે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ રાજુલા સ્થિત તિરંગા ચોક ખાતે ફ્લેગ હોસ્ટિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.  ધારી ખાતે નવનિર્મિત ડી.વાય.એસ.પી કચેરી, પોલીસ સ્ટેશન ધારી અને ખાંભા પોલીસ ક્વાર્ટરનું લોકાર્પણ કરશે.  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાની આગવી ઓળખ એવાં આંબરડી સફારી પાર્કની અને અમરેલીના મોડેલ વિલેજ તરીકે ખ્યાતિ ધરાવતાં દેવરાજીયા ગામની પણ મુલાકાત લેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/