fbpx
અમરેલી

જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC)માં દર ગુરુવારે મેડિકલ કેમ્પ યોજાશે

આરોગ્ય મેળા અને આયુષ્માન ભવ: અભિયાન અંતર્ગત આરોગ્ય સંભાળનો શ્રેષ્ઠ ઉપયોગ થાય અને જનજાગૃત્તિ આવે તે હેતુથી અમરેલી જિલ્લાના દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર દર ગુરુવારે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.  જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC) ખાતે દર ગુરુવારે આરોગ્ય કેન્દ્ર પર કેમ્પ યોજાશે.તા.૧૯ સપ્ટેમ્બર,૨૦૨૪ ને ગુરુવારના રોજ બાબરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર, શાંતા બા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ઓબસ્ટેટ્રીક, સ્ત્રીરોગ, બાળરોગ, સર્જરી, ઈ.એન.ટી. આંખ અને મનોરોગ વગેરેની નિષ્ણાત તબીબો દ્વારા સેવાઓ આપવામાં આવી હતી. કેમ્પમાં ૩૫૯ વ્યક્તિઓની તબીબો પાસે આરોગ્ય તપાસણી અને ૨૫૯ વ્યક્તિઓને લેબોરેટરી તપાસનો લાભ મળ્યો હતો.  કેમ્પમાં બાબરા નગરપાલિકાના પ્રમુખશ્રી પ્રવિણભાઈ કરકર, આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. દર ગુરુવારે યોજાતા આ રોગ્ય કેમ્પનો વધુમાં વધુ નાગરિકોને લાભ લેવા માટે અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ એક યાદીમાં અનુરોધ કરતા જણાવ્યુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/