fbpx
અમરેલી

જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

 અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની સપ્ટેમ્બર-૨૪ માસની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં સંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરિયા, ધારી-બગસરા-ખાંભા વિસ્તારના ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા અને લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાના પ્રજાકીય પ્રશ્નોની રજૂઆત સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે અગાઉના પેન્ડિંગ પ્રશ્નો બાબતે પણ ચર્ચા કરવામાં આવી. જિલ્લામાં વાડી વિસ્તારમાં વીજ કાપના પ્રશ્નો, પશુ દવાખાના અને ગ્રામ્ય વિસ્તારમાં એનિમલ એમ્બ્યુલન્સ – ૧૯૬૨ની અનિયમિતતા સહિતના પ્રશ્નો પણ સત્વરે ઉકેલવા માટે જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને જરુરી માર્ગદર્શન સાથે સૂચનાઓ આપી હતી. અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં સમસ્યાઓનો યોગ્ય રીતે સમયસર નિકાલ થાય તે માટે સંબંધિત કચેરીના વડા સાથે સંકલન કરવામાં આવ્યું હતું. પેન્ડિંગ પ્રશ્નો બાબતે યોગ્ય સકારાત્મક નિરાકરણ લાવવા માટે અમરેલી જિલ્લા કલેકટરશ્રીએ સૂચના આપી હતી. નિવાસી અધિક કલેક્ટરશ્રીએ જિલ્લાના સાંસદ શ્રી અને ધારાસભ્યશ્રીઓ તરફથી મળતા પત્રોના સમયમર્યાદામાં અને યોગ્ય જવાબો આપવા માટે સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, પ્રાંત અધિકારીશ્રીઓ ઉપરાંત વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટર શ્રી દિલિપસિંહ ગોહિલે કર્યુ હતુ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/