fbpx
ભાવનગર

૧૦૬-ગઢડા વિધાનસભા વિસ્તાર ખાસ સંક્ષિપ્ત સુધારણા મતદાયાદી કાર્યક્રમ

બુથ લેવલ ઓફિસર તા.૧૩ તથા તા.૨૦ ના રોજ જે-તે મતદાન મથક પર મતદારયાદી સંદર્ભના ફોર્મ વિના મુલ્યે આપશે તથા સ્વીકારશે

ભારતના ચુંટણી પંચ દ્વારા મતદારયાદી સુધારણા કાર્યક્રમ ૨૦૨૧ અંતર્ગત તા.૦૧-૦૧-૨૦૨૧ની સ્થિતી એ જેના ૧૮-વર્ષ પુર્ણ થતા હોઈ તેવા કોઈ પણ નાગરીક મતદારયાદીમાં નામ ઉમેરવું-નામ, રદ કરવું-સુધારો કરવો અને સ્થળાતર કરવુ વગેરે કાર્યવાહી કરી શકે છે. આ ચાલુ મતદારયાદી કાર્યક્રમમાં તા.૨૧-૧૨-૨૦૨૦ સુધી અરજી કરી શકાશે. આ ઉપરાંત બુથ લેવલ ઓફિસર તા.૧૩-૧૨-૨૦૨૦ (રવિવાર) તેમજ તા.૨૦-૧૨-૨૦૨૦(રવિવાર) ના રોજ સવારના ૧૦-૦૦ કલાક થી સાંજ ના ૫-૦૦ કલાક સુધી જે-તે મતદાન મથક ઉપર મતદારયાદી સંદર્ભના ફોર્મ વિના મુલ્યે આપશે, ભરેલા ફોર્મ સ્વીકારશે તેમજ આ કામગીરીમાં મતદારને ફોર્મ ભરવામાં જરૂરી માર્ગદર્શન પુરુ પાડશે. મતદારયાદીમાં નામ દાખલ કરવા ફોર્મ નંબર-૬, નામ રદ કરવા ફોર્મ નંબર-૭, નામ સુધારવા ફોર્મ નંબર-૮ અને એક જ ભાગમાં સ્થળાંતર માટે ફોર્મ નંબર-૮(ક) વિનામુલ્યે સબધિત બુથ લેવલ ઓફિસરશ્રી તથા મામલતદાર કચેરી-સંબધીત પ્રાંત કચેરી પાસે થી મળી શકશે તેમજ સ્વીકારવામાં આવશે. મતદારયાદી સુધારણા કાર્યક્રમ હાલ શરૂ છે. જે અનવ્યે હક્કદાવા અને વાંધાઓ નિયત નમુનામાં ઉક્ત જણાવેલ ફોર્મ્સ નંબર- ૬,૭,૮, અને ૮(ક)માં જરૂરી આધાર પુરાવા સહિત રજુ કરી શકાશે. તા.૦૧/૦૧/૨૦૨૧ ના રોજ કે તે પહેલા ૧૮ વર્ષ પુર્ણ કરતા હોઈ એટલે કે તા.૦૧/૦૧/૨૦૦૩ પેહલા જન્મ થયો હોય તેમના અને જેમના નામ અગાવ નોંધાવાના રહિ ગયા હોય તેવા લોકોના નામ પણ મતદારયાદીમાં નોંધાવવાની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત મતદારયાદી માથી નામ કમી કરવા તેમજ જે લોકો કાયમી ધોરણે વિગતોમાં સુધારો કરવાનો થતો હોય તો તેના માટે તે નિયત નમુનાં મુજબનું ફોર્મ ભરી શકશે. મામલતદાર કચેરી કે સંભધીત બી.એલ.ઓને ફોર્મ ભરી આધાર સાથે આપવાના બદલે ઓનલાઈન પણ અરજી કરી શકાશે તે માટે ભારતના ચુંટણી પંચ દ્વારા “ વોટર હેલ્પલાઈન” એપ અને NVSP પોર્ટલની સુવિધા ઉપલબ્ધ કરેલ છે. જે દ્વારા પણ અરજી
કરી આધારો અપલોડ થઈ શકાશે. તેમ મદદનીશ ચુટણી અધિકારીશ્રી, ૧૦૬ ગઢડા વિધાનસભા અને મામલતદાર વલ્લભીપુર
દ્વારા જણાવવામા આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/