fbpx
ભાવનગર

ભારતીય ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ભાવનગર જિલ્લામાં ૧૫ ડિસેમ્બર સુધી યોજાશે

૧૩ ડિસેમ્બર રવિવારના રોજ ખાસ ઝુંબેશ અંતર્ગત નજીકના મતદાન મથકો પર સુધારા વધારા કરી શકાશે

૦૧ જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં ૧૮ વર્ષ પુર્ણ કરતા મતદાનની લાયકાત ધરાવતા મતદારો મતદાયાદીમાં નામ નોંધાવી શકશે

મતદારો www.VoterPortal.eci.gov.in પર ઓનલાઇન અરજી કરી શકશે મતદારનું નામ મતદાન માટે મતદાર યાદીમાં હોવું જરૂરી છે

તા.૧/૧/૨૦૨૧ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જેમા લાયકાત ધરાવનાર કોઈ નાગરિકનું મતદાર યાદીમાં નામ દાખલ કરવાનું બાકી હોય તો સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ નિયત નમુના ફોર્મ નંબર ૬ ભરીને રજુ કરી શકાશે. લાયકાત ધરાવનાર નાગરિક મતદાનના અધિકારથી વંચિત ન રહી જાય તે હેતુથી મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા બાકી રહી ગયેલા લાયકાત ધરાવતા નાગરિકોની મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા ખાસ ઝુંબેશ હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ ખાસ ઝુંબેશ અંતર્ગત આગામી તા.૧૩/૧૨/૨૦૨૦ (રવિવાર)ના રોજ સવારે ૧૦:૦૦ થી ૫:૦૦ કલાકે રાજ્યના તમામ વિધાનસભા મત વિભાગમાં પ્રત્યેક મતદાન મથક ખાતે બુથ લેવલ ઓફિસર ઉપસ્થિત રહેશે. જ્યાં મતદારયાદીની વિગતો ચકાસી શકાશે તેમજ મતદારયાદીમાં મતદારના તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ ભરીને સ્થળ પર રજૂ કરી શકાશે. ઉપરાંત મતદાર યાદીમાં રહેલ મતદારો પૈકી લાગુ કિસ્સામાં નામ કમી કરવા માટે ફોટો વિગતો સુધારવા માટે સ્થળ ફેરફાર માટે ફોર્મ ભરીને રજૂ કરી શકાશે. નિયત નમુનામાં કોરા ફોર્મ્સ મતદાન મથક ખાતે ઉપસ્થિત બુથ લેવલ ઓફિસર પાસે ઉપલબ્ધ રહેશે તેમજ તાજેતરની COVID-19 મહામારીની પરિસ્થિતિમા મતદારયાદીમા મતદાર તરીકે નોંધણી www.VoterPortal.eci.gov.in પર ઓનલાઇન ફોર્મ પણ ભરી શકાશે. જેની તમામને નોંધ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી, ભાવનગર દ્વારા જણાવાયુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/