fbpx
ભાવનગર

અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ૭ ઈસમો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરતા ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ

ભાવનગર જિલ્લા કક્ષાની કાયદો અને વ્યવસ્થા અંગેની સમિક્ષા બેઠકમાં ભાવનગર જિલ્લામાં
કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા તેમજ દારૂ, જુગાર, ગેર કાયદેસર નાણા ધીરાણ કરી લોકો પાસેથી ઉંચાદરે વ્યાજ વસુલવા, આ માટે મારામારી કરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરવી અને જાહેર જનતાની સાથે મારામારીકરી લોકોમાં ભય ફેલાય તેવી અસામાજીક પ્રવ્રુત્તિઓ કરતા ઇસમો વિરુદ્ધ કડક હાથે કામ લેવા ચર્ચા કરવામાં આવેલહતી. જે અનુસાર ભાવનગર શહેર તથા જિલ્લામાં આવેલ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના તથામારામારી અને ગેરકાયદેસર નાના ધીરાણ કરી ધાકધમકી આપી ઉંચા દરે નાણા વસુલવા જેવા અનેક ગુનાઓમાંસંડોવાયેલ ઇસમોની સામે PASA ( પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટીવીટીઝ ) હેઠળ પગલા લેવાની દરખાસ્તજિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તૈયાર કરી કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીને મોકલી આપવામાં આવેલ હતી.જે દરખાસ્તનો અભ્યાસ કરતા જણાયેલ કે, ઉક્ત ઇસમો ગુજરાત નશાબંધી અધિનિયમ, ગુજરાત નાણા ધીરધારઅધિનિયમ હેઠળ કરેલા નિયમો અને હુકમોનું ઉલ્લંધન કરી મારામારી જેવી પ્રવ્રુતિઓ કરી મોટા પ્રમાણમાં અનેઅવારનવાર ગુનાઓ કરેલ છે.જેથી ઉક્ત ઇસમોને જાહેર લોકોની શાંતિ અને સલામતી તથા જાહેર વ્યસ્થાને પ્રતિકુળહોઇ તે રીતે અટકાવવા જરૂરી જણાતા, જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા રજુ થયેલ દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરાંગ મકવાણા દ્વારા માન્ય કરી ઉક્ત ઇસમ વિરુદ્ધ PASA હેઠળ પગલા લેવાના હુકમો પસાર કરી જેલ હવાલેકરવામાં આવેલ છે.જેમા સોંડાભાઇ જોધુભાઇ ભીલ રહે. છાપરીયાળી, સીમઢબા વિસ્તાર તા-જેસર જિ.ભાવનગરને જેસર પોલીસ સ્ટેશનખાતે નોંધાયેલ ગેરકાયદેસર દારૂની હેરફેર તથા વેચાણ કરવાના ગુન્હાઓ સબબ મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે,અરવિંદભાઇ ઉર્ફે ભુરો દેહાભાઇ માલદે રહે.ટોળ ગામ તા-જેસર જિ.ભાવનગરને જેસર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલગેરકાયદેસર દારૂની હેરફેર તથા વેચાણ કરવાના ગુન્હાઓ સબબ મધ્યસ્થ જેલ વડોદરા ખાતે, અશોકભાઇ ઉર્ફે એ.જીગોરધનભાઇ ગોહીલ રહે. સુભાષનગર, ભોળાનાથ સોસાયટી પ્લોટ નં-૯૦, ભાવનગરને ભાવનગર શહેરમાંગેરકાયદેસર નાણા ધીરાણ કરી વટાવની પ્રવૃતિ કરવા માટે નોંધાયેલ ગુન્હાઓ મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે,અલ્પેશભાઇ ઉર્ફે અપો ઓઘડભાઇ ડોડીયા રહે.ગોરખીગામ તા.તળાજા જિ.ભાવનગરને તળાજા પોલીસ સ્ટેશન ખાતેનોંધાયેલ ગેરકાયદેસર દારૂની હેરફેર તથા વેચાણ કરવાના ગુન્હાઓ સબબ મધ્યસ્થ જેલ વડોદરા ખાતે, અમીતભાઇઅરવિંદભાઇ ડોડીયા રહે.ગોરખીગામ તા.તળાજા જિ. ભાવનગરને તળાજા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલગેરકાયદેસર દારૂની હેરફેર તથા વેચાણ કરવાના ગુન્હાઓ સબબ મધ્યસ્થ જેલ લાજપોર સુરત ખાતે, પ્રવિણભાઇ ઉર્ફેપરેશ લક્ષ્મણભાઇ ચોહલા રહે.ભરતનગર રોડ, માલધારી સોસાયટી સામે, ખોડીયાર સોસાયટી, પ્લોટ નં-૫૮,ભાવનગર શહેરમાં ગેરકાયદેસર નાણા ધીરાણ કરી વટાવની પ્રવૃતિ કરવા માટે નોંધાયેલ ગુન્હાઓ ખાસ જેલપોરબંદર ખાતે, અમીતભાઇ ઉર્ફે વેન્ચર મહેશભાઇ પરમાર રહે.ઘર નં-૩/ઇ મેર રેસીડન્ટ, સીતારામ ચોક,ભરતનગર, ભાવનગરને ભાવનગર શહેર તથા જિલ્લાના પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગેરકાયદેસર દારૂની હેરફેરતથા વેચાણ કરવાના ગુન્હાઓ સબબ ખાસ જેલ ભુજ ખાતે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવીકાયદાની કડક અમલવારી તથા જાહેર જનતાની શાંતી અને સલામતી માટે અટકાયત કરી જેલ હવાલે કરવામાંઆવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/