fbpx
ભાવનગર

૮ થી ૧૩ વર્ષના બાળકો માટે “૨૬મી જાન્યુઆરી પ્રજાસતાક દિવસ” વિષય પર ચિત્રસ્પર્ધાનુ આયોજન

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય
લલિતકલા અકાદમી આયોજિત જિલ્લા રમત ગમત અધિકારી કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ભાવનગર સંચાલિત “૨૬ મી જાન્યુઆરી-પ્રજાસતાક દિવસ” વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાનાર છે. હાલ કોવિડ-૧૯ મહામારીને ધ્યાને લેતાં સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાને લેતાં ઉક્ત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર પોતાની કૃતિ પોતાના ઘરે તૈયાર કરી તેને માઉનટીગ કરાવ્યા બાદ જિલ્લા રમત ગમત કચેરી ખાતે તારીખ ૨૬/૧૨/૨૦૨૦ થી તારીખ ૧૫/૦૧/૨૦૨૧ સુધી બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં મોકલી આપવાના રહેશે. આપની કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનું નામ, સરનામું,મોબાઈલ નંબર,ઇ-મેઈલ ID વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરવાનો રહેશે તેમજ આ કૃતિની સાથે સ્પર્ધકે ઉમરના પુરાવા તરીકે આધારકાર્ડ, પાનકાર્ડની ઝેરોક્ષ અચૂક જોડવાની રહેશે અને બાહેંધરી પત્ર આપવાનું રહેશે. આ સ્પર્ધામા ૮ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાથી ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ત્રણ-ત્રણ ચિત્રની જિલ્લાકક્ષાએ પસંદગી થયા બાદ રાજ્યકક્ષાએ ચિત્રો મોકલવામાં આવશે રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦/- દ્વિતીયવિજેતાને રૂ.૧૫,૦૦૦/-, તૃતીય વિજેતાને રૂ.૧૦,૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓનેરૂ.૫,૦૦૦/- (પ્રત્યેકને) મુજન આશ્વાસન ઇનામો આપવામાં આવશે. જિલ્લા કક્ષા સ્પર્ધામાં કોઈ વ્યક્તિની મદદ વિના ચિત્ર દોરી તા.૧૫/૦૧/૨૦૨૧ સુધી બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાંજિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-૨, ભાવનગર ખાતે જિલ્લા યુવા વિકાસઅધિકારીને પહોચતા કરવાના રહેશે. સ્પર્ધા અંગેના તમામ નિયમો અને બાહેંધરી પત્ર કચેરીના બ્લોગ એડ્રેસ -dsosportsbvr.blogspot.com પરથી અને કચેરી પરથી મેળવી શકાશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી,ભાવનગરની યાદીમા જણાવવામા આવ્યુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/