fbpx
ભાવનગર

પાલીતાણા તાલુકાના ૪૧ ગામોમાં “કિસાન સુર્યોદય યોજના”નો શુભારંભ કરાવતા રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમા ખેડૂતોને દિવસે પણ વીજળી મળી રહે તે હેતુથી “કિસાન સુર્યોદય
યોજના” અમલમા મુકવામા આવેલ છે. જે અંતર્ગત આજરોજ પાલીતાણા તાલુકાના ૪૧ ગામોને આ યોજનાથી લાભાન્વીત કરતા કાર્યક્રમનો શિક્ષણ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને પાલીતાણા તાલુકાના માનવડ(હડમતિયા) ગામે આયોજન કરવામા આવ્યુ હતુ.

આ પ્રસંગે રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેનએ યોજનાનો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉર્જા, પાણી, કૃષિ સહિતના તમામ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ કર્યો છે. તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જ્યોતિગ્રામ યોજના હેઠળ થ્રી ફેઇઝ લાઇન થકી ૨૪ કલાક વીજળી આપવાનુ ઉત્તમ કાર્ય કર્યુ હતુ. જેને વર્તમાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી કિસાન સુર્યોદય યોજનામા પરિવર્તિત કરી સર્વોત્તમ તરફ લઇ ગયા છે. મંત્રીશ્રીએ
વધુમા જણાવ્યુ હતુ કે રાજ્ય સરકારે રાત્રી દરમ્યાન રાનીપશુઓ તથા જીવ-જંતુઓનો ભય, ઠંડી તથા વરસાદ વગેરે જેવી ખેડુતની મુશ્કેલીને અનુભવી તેને પોતાની ગણી છે અને આ મુશ્કેલી દુર કરવા ૩૫૦૦ કરોડના ખર્ચે ૧૮ હજારથી વધુ ગામોમા હવે ખેડુતોને દિવસ દરમ્યાન પણ વીજળી મળી રહે તેવુ આયોજન હાથ ધર્યુ છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેડુતની આવક બમણી થાય તે હેતુથી ખેડુત દિઠ ૬ હજાર રૂપીયાના હિસાબે ખેડુતોના ખાતામા ૧૮ હજાર કરોડ જેટલી માતબર રકમ જમા કરાવી. એજ રીતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પણ ખેડુતોને મદદરૂપ થવા સાત પગલા ખેડુત કલ્યાણના યોજના તાજેતરમા અમલમા મુકી તેમજ ઝીરો ટકા પ્રીમીયમથી ખેડુતોને પાક વીમો ઉપલબ્ધ કરાવ્યો. જગતનો તાત રૂએ દિન-રાતની જગ્યાએ જગતનો તાત હસે દિન-
રાતના સુત્રને ચરિતાર્થ કરવા સરકાર સતત પ્રયત્નશિલ છે.

મંત્રીશ્રીએ વધુમા ઉમેર્યુ હતુ કે રાજ્ય સરકાર માત્ર ૧૮ વર્ષમાં ૧૨ લાખથી વધુ વીજ કનેક્શન આપી ખેડુતોની પડખે ઉભી રહી છે. સાથે સાથે કનેક્શન દિઠ રૂ.૧.૬૦ લાખ જેટલો ખર્ચ રાજ્ય સરકાર પોતે ઉઠાવે છે અને માત્ર રૂ.૮ હજારમા રાહત દરે ખેડુતોને વીજ કનેક્શન ઉપલબ્ધ કરાવે છે. તેમ જણાવી મંત્રીશ્રીએ ઝુપડા વીજળીકરણ, જ્યોતિગ્રામ યોજના, સોલાર રૂફટોપ તથા અમલમા મુકાયેલી નવીન કિસાન સુર્યોદય યોજનાથી સૌને માહિતગાર કર્યા
હતા.
આ પ્રસંગે મંત્રીશ્રીએ વધુમા જણાવ્યુ હતુ કે ભુતકાળની સરકાર વખતે પણ સુર્ય તો ઉગતો જ હતો પરંતુ એ સુર્યની શક્તિનો સાચો ઉપયોગ કરી હાલની સરકારે એક સમયે ખોટ કરતા ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ (GEB)ને ખોટના ખાડામાથી બહાર લાવી વીજ ક્ષેત્રે સરપ્લસ સ્ટેટ બનાવ્યુ છે. આમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં
ગુજરાત હવે ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર થવા તરફ જઇ રહ્યુ છે.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલ પાલીતાણાના ધારાસભ્ય શ્રી ભીખાભાઇ બારૈયાએ જણાવ્યુ હતુ કે શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે જ્યોતિગ્રામ યોજના અમલમા લાવ્યા ત્યારે લોકોને આ યોજના હાસ્યાસ્પદ લાગતી. પરંતુ સમય જતા આ યોજના ખેડુતો માટે ખુબ જ કલ્યાણકારી સાબિત થઇ એજ રીતે કિસાન સુર્યોદય યોજના પણ આગામી ૨ વર્ષમા સમગ્ર દેશમા લાગુ થશે અને ખેડુતોને સરકારના સુશાસનની પ્રતિતિ કરાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના બીજા તબક્કામાં તેમજ ભાવનગર જિલ્લાના પ્રથમ તબક્કામાં ૬૬ કે.વી.ના ૧૬ સબ સ્ટેશનમાંથી નીકળતા ૪૫ ખેતીવાડી ફીડર સાથે જોડાયેલા કુલ ૧૧૫ ગામોને જેમાં ભાવનગરના ૧૨, ઘોઘાના ૧૯, મહુવાના ૭, પાલીતાણાના ૪૧, સિહોરના ૧૦, તળાજાના ૧૧ અને વલ્લભીપુરના ૧૫ ગામોને દિવસે વીજ પુરવઠો આપવામાં આવશે.

આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી એસ.આર.વર્મા, અધિક્ષક ઇજનેર શ્રી ડિ.વી.લાખાણી, શ્રી હર્ષાબેન મોદી, શ્રી કપિલભાઇ લાઠિયા, શ્રી અર્જુનભાઇ યાદવ, શ્રી અશોકભાઇ નેનાણી, શ્રી ગોપાલભાઇ વાધેલા, શ્રી ઘનશ્યામભાઇ સિહોરા સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામા કોવિડ-૧૯ની ગાઇડલાઇન અનુસરીને ખેડુતભાઇઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/