નેશનલ ક્વોલીટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડના તમામ ધારા ધોરણો સર કરતુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોનગઢ
ભાવનગર જીલ્લામાં તાજેતરમાં રાષ્ટ્રીય કક્ષાના ગુણવત્તાના ધોરણોનુ એસેસમેન્ટ કરવામા
આવેલ હતુ. જેમા ગુણવત્તા યુક્ત સેવાઓ, સ્વચ્છતા, સ્ટાફના જ્ઞાન અને દર્દીને મળતી સંતોષકારક સેવાઓનું રાષ્ટ્રીય
કક્ષાના એસેસર દ્વારા મુલ્યાંકન કરવામા આવેલ હતુ જે મૂલ્યાંકનમાં ૮૪% પ્રાપ્ત કરવામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
સોનગઢ સફળ થયું છે. આ એસેસમેન્ટ કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ હેઠળના NHSRC
યુનિટના ૨ એક્સટર્નલ એસેસર મારફત કરવામા આવ્યુ હતુ. જેમા લેબર રૂમ, લેબોરેટરી, નેશનલ હેલ્થ પ્રોગ્રામ,
જનરલ એડમીનીસ્ટ્રેશન, ઇન્ડોર અને આઉટડોર વિભાગ એમ જુદા જુદા ૬ વિભાગોનું ઝીણવટભર્યું મુલ્યાંકન કરવામા
આવ્યુ હતુ. જે તમામ મુલ્યાંકનોમાં સોનગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ઉત્કૃષ્ટ દેખાવ રહ્યો હતો.આમ પ્રાથમિક
આરોગ્ય કેન્દ્ર સોનગઢને સફળ બનાવવામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. એ. કે. તાવીયાડના માર્ગદર્શન
નીચે જિલ્લા ક્વોલીટી એશ્યોરન્સ અધિકારી શ્રી ડૉ. પી. વી. રેવરની આગેવાની હેઠળ સોનગઢના મેડીકલ ઓફિસર
અને તેમના તમામ સ્ટાફે તેમજ તાલુકા હેલ્થ કચેરી શિહોર અને જિલ્લાની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. અને
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાટણા બાદ ભાવનગર જિલ્લાનું બીજુ આરોગ્ય કેન્દ્ર છે કે જે NQAS ના ધોરણો મુજબ
પસંદગી પામ્યુ હતું. આ સાથે ભાવનગર તથા શિહોર પંથકના લોકો ગૌરવાન્વિત થઈ આનંદની લાગણી અનુભવી
રહ્યા છે.
Recent Comments