fbpx
ભાવનગર

ભાવનગરમાં વિદેશી પક્ષીઓનો શિકાર કરતા બે ઈસમો ઝડપાયા

ભાવનગર જિલ્લાનાં જુના રતનપર ગામે વિદેશી પક્ષીઓનો શિકાર કરતા બે ઈસમોને ફોરેસ્ટ વિભાગે ઝડપી પાડયા હતા. ભાવનગર જિલ્લાનાં ઘોઘા હાથબ રેન્જ હેઠળ આવતા અને દરિયાઈ પટ્ટી પર વસેલા જુના રતનપર ગામે વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં શિયાળાની સીઝન પસાર કરવા આવે છે. ભાવનગર જિલ્લામાં મોટાભાગમાં દરિયાઈ પટ્ટી પર વસેલા ગામોમાં લોકો દ્વારા તળાવ બનાવવામાં આવ્યા છે. અને જેમાં પણ તળાવ દરિયાઈ વિસ્તારમાં હોવાને લઈ ખારાશ સાથેના મીઠાં પાણીના હોવા થી જીવજંતુ અને માછલીઓ વધુ પ્રમાણમાં થાય છે. જે વિદેશી પક્ષીઓ માટે આકર્ષનું કેન્દ્ર બને છે.
ત્યારે ભાવનગર તાલુકામાં આવતા રતનપર ગામની સિમમાં આવેલા તળાવમાં વિદેશી પક્ષીઓને મારી શિકાત કરતો હોવાનું ફોરેસ્ટ વિભાગમાં બાતમી મળી હતી. જે અંગે વનવિભાગ દ્વારા બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીઓને ઝડપી લીધા હતા. ભાવનગર તાલુકાના જુના રતનપર ગામની સિમ આવેલ તળાવના પાણીમાં ઝેર મેળવી વિદેશી કુંજ પક્ષીઓના શિકાર કરતા હોવાની બાતમી મળતા જ ફોરેસ્ટ વિભાગ હરકતમાં આવ્યું હતું. અને ફોરેસ્ટ વિભાગ દ્વારા વિદેશી પક્ષીઓના શિકાતની ઘટનાને લઈ ગંભીરતા દાખવી તત્કાલ તપાસ હાથ ધરી હતી. જેમાં બે ઈસમોને મૃત વિદેશી પક્ષી સાથે ઝડપી પાડ્યા હતા.
જુના રતનપર ગામની સિમમાં પક્ષીઓનો શિકાર કરતા શખ્સો કરણ ભાઈ ભોળાભાઈ જશમુરિયા અને મુનાભાઈ મુળજીભાઈ જશમુરીયા જે બંને જૂના રતનપરના રહીશ છે. અને બંને આરોપીઓને વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ – ૧૯૭૨ અંતર્ગત કલમ ૨(૧૬), ૯, ૫૨,૩૯. હેઠળ ગુન્હો દાખલ કરી અટકાયત કરી હતી. જાે કે આ બંને શખ્સો દ્વારા પક્ષીઓનો શિકાર ક્યાં ઉપયોગમાં લેવા કરતા હતા અને અગાવ પણ કેટલા પક્ષીઓનો શિકાર કરેલો છે કેટલા સમય થી શિકાર કરે છે તે સમગ્ર મામલે વન વિભાની તપાસ બાદ ખુલવા પામશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/