fbpx
ભાવનગર

ભાવનગરમાં હજી ૧ લાખ ૨૧ હજાર વાહનોમાં એચએસઆરપી લગાવવાની બાકી

ભાવનગરમાં લગભગ ૧ લાખ ૨૧ હજાર ૫૮૫ જેટલા વાહનોમાં હાઈ સિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ લગાવવામાં આવી નથી. આર.ટી. ઓ કચેરી ખાતે રોજિંદા જૂના વાહનોમાં અંદાજિત ૩૫ જેટલી એચ.એસ.આર.પી લગાવવામાં આવે છે. જાે આ ગતિએ કામ થતું રહ્યું તો સમગ્ર ભાવનગરમાં બાકી રહેલા વાહનોને નંબર પ્લેટ લગાવવામાં ૯.૫ વર્ષ લાગી જશે. માટે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા વધારે સ્ટાફ સાથે આ કામ જડપી બનાવવું જાેઈએ અથવા જ્યાં સુધી આ તમામ વાહનોને પ્લેટ ન લાગે દંડને લઈને નરમાશ દાખવવી જાેઈએ. ભાવનગર માં તમામ પ્રકારના વાહનોની ગણતરી કરવામાં આવે તો અંદાજે ૬ લાખ ૫ હજાર ૬૪૩ જેટલા વાહનો છે. આ તમામ વાહનો માં હાઈ સિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ લગાવવી ફરજિયાત છે.

છતાં ભાવનગર માં કુલ રજીસ્ટ્રેશન નાં ૨૦ ટકા વાહનોમાં હાઈ સિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ લગાવવામાં આવી નથી. આર.ટી. ઓ ખાતે અત્યાર સુધીમાં કુલ ૪ લાખ ૮૪ હજાર ૫૮ વાહનોને એચ.એસ.આર.પી લગાવવામાં આવી છે. અત્યારે ૧૨૫૧ વાહનોને આવી નંબર પ્લેટ લગાવવાની પ્રક્રિયા થઈ રહી છે. એચ.એસ.આર.પી. હોવાથી વાહન નાં તમામ ડેટા આર.ટી. ઓ નાં સોફ્ટવેર માં જનરેટ અને સેવ થતાં હોય છે. કોઈપણ વાહન પાસેથી દંડ લેવો આસાન રહે છે કારણકે ચલાન તરત જ બની જાય છે જેથી એન્ફોર્સમેન્ટ ની સરળતા રહે છે. ૐજીઇઁ લગાવવાથી વાહનોની ચોરીની ઘટના ઘણી ઓછી થાય છે.

ભાવનગરમાં ઘણાં વાહનોને એચ.એસ.આર.પી ન હોવાનું મુખ્ય કારણ છે લોકોની ઉદાસીનતા. એ સિવાય કોઈ ચોક્કસ પ્રકારની ઓળખ છતી કરવા માટે , કોઈ ચોક્કસ અક્ષરો કે જ્ઞાતિ વિશે લખવા માટે અને અમુક લોકો ફેન્સી નંબર પ્લેટ લગાવવા ઉત્સુક હોવાથી ભાવનગર આટલા બધા લોકોને એચ.એસ.આર.પી લગાવેલી નથી. આર.ટી. ઓ દ્વારા ડ્રાઇવ તો કરવામાં આવે જ છે એ સિવાય પણ વાહન નાં પોસ્ટ ટ્રાનજેક્સન માટે કોઈ આર.ટી. ઓ આવે ત્યારે પણ અમે એચ.એસ.આર.પી લગાવવાની ફરજ પાડીએ છીએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/