fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લા કલેકટર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસ સંદર્ભે જરૂરી પગલાં લેવા માર્ગદર્શિકા બહાર પડાઈ

હાલ રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે તેને અટકાવવા સામાજિક અંતર રાખવાનું તેમજ લોકોને માસ્ક પહેરવા અને રસીકરણ માટે લાયક નાગરિકને સમજૂત કરવા ખૂબ જરૂરી છે.

ગ્રામ્ય વિસ્તારમાં આ સામાજિક અંતર રાખવા તેમજ લોકોને માસ્ક પહેરવા અને રસીકરણ માટે લાયક નાગરિકોને સમજૂત કરવાના કામમાં તેમજ લોકોને સક્રિય અંગત સલાહ આપવા દરેક ગ્રામ પંચાયતના રહેવાસીઓ સંવેદનશીલ અને ગંભીર રાખે તેની તકેદારી માટે લોકોને જાગૃત કરવા અને સમજણ આપવા માટે જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસ સંદર્ભે જરૂરી પગલાં લેવા માર્ગદર્શિકા બહાર પડાઈ છે.

આ માર્ગદર્શિકા અન્વયે જિલ્લાના ઘણાં ગામોમાં બહારગામ/અન્ય શહેરોમાંથી મોટા પ્રમાણમાં લોકોનું આગમન થયેલ છે, શક્યતા છે, કે આ પૈકી ઘણા લોકો સ્વસ્થ દેખાતા હોવા છતાં કોરોના વાયરસથી સંક્રમિત હોઈ શકે એટલે બહારગામથી આવતા તમામ લોકો ફરજિયાત પણે ૧૫ દિવસ હોમ ક્વોરન્ટાઇન રહે તે માટે જરૂરી વ્યવસ્થા કરવા જણાવ્યું છે.
કોરોના એ અતિ સંક્રમિત પ્રકારનો રોગ છે અને સ્વસ્થ વ્યક્તિથી પણ બીજા વ્યક્તિને ચેપ લાગી શકે છે. વયોવૃદ્ધ વ્યક્તિઓ અને અન્ય રોગોના દર્દીઓને આ ચેપનો ખાસ જોખમ છે. એટલે જરૂરી છે કે, ગામ લેવલે આવા લોકો માટે ખાસ તકેદારી રાખવામાં આવે. લોકો પોતાના આરોગ્યની ચિંતા કરે અને હાલની પરિસ્થિતિ દરમિયાન બહાર જતી વખતે માસ્ક ફરજિયાત પહેરે.

દવા, શાકભાજી, અનાજ કરિયાણું, દૂધની દુકાનો તેમજ બેન્ક એ.ટી.એમ., પેટ્રોલ પંપ, ગેસ એજન્સી વગેરે જગ્યાએ સામાજિક અંતર રાખે અને તેની અમલવારી કરાવે.
ગ્રામજનો વારંવાર સાબુ તથા પાણીથી હાથ ધોવે તેમજ સમયાંતરે હેન્ડ સેનિટાઈઝર કરે. જે લોકોને શરદી, તાવ, ઉધરસ, શ્વાસ ચડવો, નાકમાંથી પાણી પડવું, પેટમાં દુઃખાવો, માથાનો દુખાવો, કળતર, થાક વગેરે લક્ષણ દેખાય તેવા લોકોને તાત્કાલિક પોતાની જાતને ક્વોરન્ટાઇન કરે અને આ અંગેની વિગતો સંત્વરે હેલ્પલાઇન વોટ્સએપ નં. ૬૩૫૭૦૬૦૫૭૧ પર તુરંત જ વોટ્સએપ કરે. તેમજ આ અંગેની જાણ તુરંત જ સ્થાનિક તાલુકા હેલ્થ ઓફિસરને કરવાની રહેશે.
માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં બેરીકેટીંગ કરી ભયસૂચક સાઈન બોર્ડ લગાવવા તથા આ ઝોનમાંથી અવરજવરના થાય તે સુનિશ્ચિત કરવા પણ માર્ગદર્શિકામાં જણાવાયું છે.

જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, ભાવનગરના હુકમથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ ની કલમ -૩૪ તથા ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ- ૧૯૭૩ ની કલમ- ૧૪૪ અનુસાર ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક શૈક્ષણિક રમત- ગમત મનોરંજન અને સાંસ્કૃતિક ધાર્મિક રાજકીય સમારોહ માટે સરકારશ્રી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ માર્ગદર્શન સૂચનાઓનું ચુસ્તપણે પાલન થાય તે મુજબ અમલવારી કરવાં પણ માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/