fbpx
ભાવનગર

ઠાડચ પ્રા.શાળામાં ધીરજ શાંતિ જલધારા (પરબ) નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ઠાડચ પ્રા. શાળામાં  દાતાશ્રી સુશીલાબા પરમાનંદ શાહ ફાઉન્ડેશન – મુંબઈ ની પ્રેરણાથી  શ્રીમતિ ચંદનબેન ન્યાલચંદ શાહ તથા શ્રીમતી મનીષાબેન ધીરજલાલ શાહ અને શ્રીમતિ ઉષ્માબેન જીતેન્દ્રકુમાર શાહ પરિવાર તરફથી પાણી નું પરબ બંધાવી આપવામાં આવેલ. જેનું  લોકાર્પણ  ઉમાબેન અરવિંદભાઈ વોરા તથા હર્ષદભાઈ પરમાનંદભાઈ વોરા વરદ હસ્તે કરવામાં આવેલ.

જેમાં અતિથિ વિશેષ ભાવનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ શિહોરા,   ગોપાલભાઈ વાઘેલા ઉપસ્થિત રહેલ.આ  પ્રસંગે  ચંદુભાઈ વંકાણી (આચાર્ય ઉ.બુ. વિદ્યાલય ઠાડચ),લાલજીભાઈ સોલંકી (નિયામકશ્રી ઉ.બુ.ડેમ )પ્રવીણભાઈ ગોહિલ (સાંજણાસર),  રમણીકભાઈ ધાંધલા (લોક સાહિત્યકાર),  ચંદુભાઈ પંડ્યા(  ઠળિયા કે.વ.શાળા ), ધનશ્યામભાઇ ચભાડિયા તથા માધુભાઈ સરવૈયા (સરપંચ) ,નિખિલભાઇ રાજયગુરુ ( જીવન જ્યોત વિદ્યામંદિર), શિવશંકરભાઈ પંડ્યા , મનુભાઈ વણારકા અને ગામ આગેવાનો,   શાળાની SMC કમિટી, પંચાયતના સભ્યશ્રીઓ, ગામના બાળકો, યુવાનો, સ્ટાફ મિત્રો તથા અન્ય ગામના આમંત્રિત મહેમાનોની હાજરીમાં પાણીના પરબ નું લોકાર્પણ નું  કરવામાં આવ્યું.  આ પ્રસંગે મહેમાનોનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્યશ્રી જતીનભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યુ. આ કાર્યક્રમ નું સંચાલન શાંતિભાઈ પંડ્યા એ કર્યું હતું

તેમજ તેમની ટીમના કાર્યની આછેરી ઝલક શ્રી લાલજીભાઈ સોલંકી દ્વારા રજૂ કરવામાં આવી. શ્રી ઘનશ્યામભાઈ સિહોરા અને ગોપાલભાઈ વાઘેલા એ આ સમગ્ર પાલિતાણા,તળાજા અને મહુવા તાલુકાની કુલ ૮૭ શાળાઓને આપેલી માતબર દાન ની સરવાણી ને બિરદાવી હતી અને જ્યાં પણ જરૂર પડે ત્યાં અમે એ સહયોગમાં છીએ એવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાનો તમામ સ્ટાફગણ ખડેપગે રહીને પોતાની ફરજ અદા કરી, શાળાની સ્વચ્છતા અને સુશોભન એ શાળા ની છબી ને ચાર ચાંદ લગાવી દીધા. આભારવિધિ ઉગાભાઈ બરાળે કરી હતી.             પરમાણંદાદા તરફથી વાર્ષિક પરીક્ષા 20-21 માં પ્રથમ ,દ્વિતીય, તૃતીય નંબરે પાસ થયેલા 55 વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે શૈક્ષણિક કીટ અર્પણ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/