fbpx
ભાવનગર

ભાવનગર આઝાદીનાં ૭૫માં વર્ષે શિશુવિહારથી શહેરની આંગણવાડીનાં બાળકો માટે ૩૧૬ તાલીમ યોજાશે

શિશુવિહાર સંસ્થા સંચલિત બાલમંદિરના ઉપક્રમે તારીખ ૭ ઓગસ્ટ શનિવારે શિક્ષક અભિવાદન કાર્યક્રમ યોજાશે. 
   વર્ષ ૧૯૮૧ થી ૨૦૨૦ સુધીમાં મોંઘીબહેન બધેકા બાલમંદિરમાં બાળ શિક્ષક તરીકેની તાલિમ લેનાર ૩૮૦ બહેનોના સંમેલનમાં રાજ્ય સરકારના શિક્ષણ તાલિમ વિભાગના નિયામક ડૉ.ટી.એસ.જોષી તથા નૂતન બાળકેળવણી સંઘના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી રચનાબેન દવે ૧૩બાળ શિક્ષકોનું વિશેષ અભિવાદન કરશે. આ પ્રસંગે અત્યાર સુધીના ૭૬ તાલિમ વર્ગના શિક્ષકોની માહિતી પુસ્તિકાનું વિમોચન યોજાશે. સ્વાતંત્ર્ય સેનાની તથા બાળ કેળવણીકાર શ્રી પ્રેમશંકરભાઈ ભટ્ટ તથા પ્રિયવદનભાઈ વ્હોરાની સ્મુતિમાં યોજાતા કાર્યક્રમ ના તમામ તાલિમમાર્થીઓ ને રેપ્લીકા અને બાળ સાહિત્ય આપીને પ્રોત્સાહિત કરશે. ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણને નવી દિશા આપનાર ડૉ.નલિનભાઈ પંડિતની વિશેષ ઉપસ્થિતિમાં શનિવારે વાનાણીગૃહમાં યોજનાર સંમેલનમાં શિશુવિહાર ક્રિડાંગણમાં રમવા આવતા ૬ લાખ બાળકો માટે જળાશય પ્રકલ્પની ભેટ આપનાર શ્રી ભાવનાબેન તથા શ્રી સુર્યાબહેન શાહ નું વિશેષ સન્માન કરવામાં આવશે તેમજ સંસ્થા પ્રાંગણમાં તૈયાર થયેલ સુવિધાનું લોકપર્ણ કરવામા આવશે.  ભાવનગર શહેરની ૩૧૬ આંગણવાડીમાં તાલિમ લેતા બાળકોને વૈજ્ઞાનિક અભિગમથી તાલિમ મળતી થાય તે દિશાના સંકલિત મહિલા બાળ-વિકાસ વિભાગના પ્રયત્નને સુદ્રઢ કરવા શિશુવિહાર બાલમંદિરના  તાલિમમાર્થીઓ સ્વાતંત્ર્યના ૭૫ માં વર્ષ પ્રસંગે શિશુવિહાર અનુભવ વર્ગના તાલિમમાર્થીઓ સતત એક વર્ષ બાળ શિક્ષણ માટે કટીબધ્ધ રહેશે અને ભાવનગરની તપોભૂમિ ઉપરથી ગીજુભાઈ બધેકાએ સ્થાપેલ બાળ – શિક્ષણને રસપ્રદ બનવવામાં સહયોગ આપનાર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/