fbpx
ભાવનગર

ભાવનગરમાં એસપી કચેરીની સામે આવેલી દુકાનોમાં જ ચોરી…

નવાપરામાં બિલ્ડિંગ મટિરિયલનો વ્યવસાય કરતા કમલેશભાઈ જયુભાઈ મહેતાએ ગંગાજળિયા પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગત રાત્રીના સાડા આઠ વાગ્યાથી આજે સવારના સાડા આઠના સમયગાળા વચ્ચે તેમની ઓફિસના તાળા તોડી ઓફિસના ટેબલના ખાનાની વસ્તુ અસ્તવ્યસ્ત કરી કેશ કાઉન્ટરના ખાનામાંથી કોઈ અજાણ્યા ઈસમે રૂ. ૭,૦૦૦ની ચોરી કરી હતી તથા તેમની બાજુમાં આવેલા ગુજરાત ઓટો પાર્ટ્‌સવાળા હારૂનભાઈની દુકાનની પાછળનું વેન્ટીલેશન તોડી દુકાનમાં પ્રવેશી તેમની દુકાનમાંથી રૂ. ૮,૦૦૦ મળી બંન્ને દુકાનોમાંથી કુલ રૂ. ૧૫,૦૦૦ની ચોરી થઈ હતી. એ સિવાય આ વિસ્તારની સાતથી આઠ દુકાનનોના તાળા તુટ્યા હતા. જેમાં આ અજાણ્યા ચોરે પ્રિમિયમ ગેરેજ તથા સલીમભાઈ ખોખરના ગેરેજ તથા આજુબાજુની ઘણી દુકાનોના તાળા તોડી તેનો સામાન અસ્તવ્યસ્ત કરી નાની મોટી પરચુરણ રકમની ચોરી કરી હતી. રાત્રીના ત્રણ વાગ્યાના સમયગાળા વચ્ચે દુકાનમાં પ્રવેશેલો આ ચોર સીસીટીવીમાં કેદ થયો હતો. આ મામલે પોલીસે અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતીશહેરમાં ડીએસપી ઓફિસ અને ગંગાજળિયા પોલીસ સ્ટેશનની સામેજ આવેલી સાતથી આઠ દુકાનોના એક જ રાત્રીમાં તાળા તુડી ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બે દુકાનોમાં ચોરી થયાંની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તસ્કરોને પોલીસ અને કાયદો વ્યવસ્થાનો જાણે કોઈ ડર જ ના હોય તેમ નવાપરા વિસ્તારમાં આવેલી ડીએસપી ઓફિસ તથા ગંગાજળિયા પોલીસ સ્ટેશનની સામે આવેલી સાત થી આઠ દુકાનોના એક જ રાત્રીમાં તાળા તુટ્યા છે જેમાં બે દુકાનમાં થયેલી ચોરીની ફરિયાદ નોંધાઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/