fbpx
ભાવનગર

પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાએ રૂબરૂ અને શિક્ષણ મંત્રી અને ભાવનગરના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ ટેલીફોનિક જાણકારી મેળવી જિલ્લા વહીવટી તંત્રનું માર્ગદર્શન કર્યું

        કોરોનાના સંભવિત ત્રીજા વેવને લક્ષમાં લઇને રાજ્ય સરકાર તથા આરોગ્ય વિભાગના સંકલનમાં જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ છે.

આ બાબતે આજે સવારે પ્રભારી મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ રૂબરૂ અને શિક્ષણ મંત્રીશ્રી અને ભાવનગરના ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણીએ ટેલીફોનિક જાણકારી મેળવી વહીવટી તંત્રનું માર્ગદર્શન કર્યું છે.

કોરોનાની સંભવિત સ્થિતિને ધ્યાનમાં લઈને જિલ્લામાં કોરોના માટેના અલગ બેડ, ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન કોન્સન્ટ્રેટર સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પ્રજાને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તે માટે અગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે.

કોરોનાની વૈશ્વિક મહામારીથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિગ, ફરજિયાત માસ્ક તેમજ સેનેટાઈઝરનો ઉપયોગ કરવો વ્યક્તિગત હિતમાં તેમજ સમાજ હિતમાં જરૂરી છે.

આ માટે વખતોવખત રાજ્ય સરકાર તેમજ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવે છે તેનું પાલન કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

કોરોના સામે સંરક્ષણ ઉપાયરૂપે જિલ્લામાં ૯૬.૫ ટકા પહેલો ડોઝ તેમજ ૧૦૪.૪ % બીજો કોરોનાનો ડોઝ નાગરિકોને આપી દેવામાં આવ્યો છે. જેને લઇને લોકોમાં કોરોના સામે એન્ટીબોડી ડેવલોપ થઈ છે.છતાં, કોરોનાને ગંભીરતાથી લેવાની જરૂર છે અને બિનજરૂરી રીતે લોકો બહારના નીકળે, ભીડ ભેગી ન થાય તે જરૂરી છે.

કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ જિલ્લાના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, આપણી ખુદની સ્વયંશિસ્ત જ કોરોના સામે આપણને જીત અપાવી શકે છે. તેને ધ્યાનમાં રાખીને આપણે આરોગ્ય વિભાગના સૂચનો ધ્યાનમાં રાખી તેનું પાલન કરીએ તે આજના સમયની માંગ છે.

કોરોના સામે જિલ્લાની હોસ્પિટલોને સુસજ્જ કરવામાં આવી રહી છે. કોરોના માટે અલગથી બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન કોન્સનટ્રેટર, કોરોના માટેની દવાઓ વગેરેની વ્યવસ્થા રાજ્ય સરકાર સાથે સંકલનમાં રહીને કરવામાં આવી રહી છે.

જિલ્લાના યુવાન બાળકોને પણ કોરોના સામે સુરક્ષિત કરી શકાય તે માટે જિલ્લાના ૧૫ થી ૧૮ વર્ષની ઉંમરના ૫૪ હજાર કિશોર- કિશોરીઓને કોરોનાની રસીથી સંરક્ષિત કરવામાં આવ્યાં છે. હજુ પણ રસીકરણની કામગીરી ચાલું છે જેથી તમામ બાળકોને આવરી લઇ શકાય.

જિલ્લામાં ૩૨ ધન્વંતરી રથ કાર્યરત કરવામાં આવ્યા છે. આ રથ જે-તે સ્થળ પર જઈને સ્થળ પર જ નિદાન- સારવાર આપશે.

આમ, સમગ્ર જિલ્લામાં આરોગ્યલક્ષી પગલાં ઉઠાવી કોરોનાનું પ્રસરણ અટકે તે માટે પૂરતાં પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે, ત્યારે આ વૈશ્વિક મહામારી સામે લડવા માટે લોકો પણ સાથ- સહકાર આપે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/