fbpx
ભાવનગર

ભાવનગર ખાતે તા.૧૨ મી માર્ચનાં રોજ રાષ્ટ્રીય લોક- અદાલત યોજાશે

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના
આદેશ અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગર દ્વારા ભાવનગર ખાતે કાર્યરત તમામ અપીલ અદાલતો
તથા સિનિયર તથા જૂનિયર દીવાની અદાલતોમાં તથા તાલુકા ખાતે કાર્યરત વિવિધ અદાલતોમાં તા.૧૨ માર્ચ,
૨૦૨૨ નાં રોજ “રાષ્ટ્રીય લોક-અદાલત” યોજાશે.

આ લોક અદાલતમાં સમાધાન પાત્ર તમામ દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં
આવશે. આ લોક અદાલતમાં પી.જી.વી.સી.એલ., નેગોશિયેબલ એક્ટ (ચેક રિટર્ન), બેંકને લગતા કેસો, મોટર
અકસ્માત વળતરનાં કેસો, લગ્ન વિષયક કેસો, રેવન્યુ કેસો, સર્વિસ મેટર, જમીન સંપાદનના વળતરના કેસો તેમજ
લેબર કોર્ટના કેસો વગેરે સમાધાન માટે રાખવામાં આવશે.

પક્ષકારોએ “રાષ્ટ્રીય લોક અદાલત” દ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવા માટે
અથવા તો આ અંગેની વધુ જાણકારી મેળવી હોય તો જે- તે અદાલતનો અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,
જિલ્લા ન્યાયાલય, ભાવનગરનો તથા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ સમિતિનો સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા
કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/