fbpx
ભાવનગર

વિશ્વ મેલેરિયા દિવસની જ્ઞાનધારા દ્વારા અનોખી ઉજવણી કરતું ભાવનગર જિલ્લા આરોગ્ય તંત્ર

મચ્છરજન્ય રોગચાળામાં મેલેરીયા – ડેન્ગ્યુ – ચિકનગુનીયાથી દેશમાં ખૂબ જ મૃત્યુ થતાં હોય છે.  પ્રતિવર્ષ તા.૨૫ મી એપ્રિલને વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને પ્રત્યેક કર્મચારીને વિશેષ જ્ઞાન આપીને મચ્છર ઉત્પત્તિ અટકાવીને ઉજવવાનો વિચાર  આર.ડી.ડી શ્રી મનીષકુમાર ફેન્સીને આવેલો તે વિચારને ભાવનગર તાલીમ ભવન અને જિલ્લા મેલેરિયા શાખા દ્વારા સાર્થક કરવાં તા. ૨૫ એપ્રિલના રોજ ભાવનગર ખાતે આવેલ મેઘાણી રંગભવન ખાતે ભાવનગર જિલ્લાના તમામ પુરુષ આરોગ્ય કર્મચારીઓ, સુપરવાઇઝરો, તાલુકા હેલ્થ સુપરવાઇઝરો, તાલુકા હેલ્થ ઓફીસરોનો સેમિનાર યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી વિક્રમભાઈ ડાભી, આર.ડી.ડી શ્રી મનીષકુમાર ફેન્સી, જિલ્લા મેલેરીયા અધિકારી ડો. બી.પી.બોરિચા, જીલ્લા ક્ષય અધિકારી ડો. પી.વી.રેવર, અર્બન આરોગ્ય અધિકારી ડો. સિન્હા, ડો. મનસ્વીનીબેન માલવીયા, આર.પી.સી. ઉપાધ્યાય, ડો. ધવલ દવે ઉપસ્થિત રહ્યાં હતાં.

સ્વાગત પ્રવચન ડો. સુનિલ પટેલ ( જિલ્લા તાલીમ ભવન )  સુપરવાઇઝર તથા આરોગ્ય કર્મચારી દ્વારા જુદી જુદી મેલેરીયાની સ્લાઇડ રજૂ કરી હતી.

જિલ્લા પંચાયત, ભાવનગરના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ તથા આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી વિક્રમભાઈ ડાભીના હસ્તે માઈક્રોસ્કોપ જે સ્વ-ભંડોળમાંથી જિલ્લા પંચાયતે ખરીદેલ તેમનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના અંતે કર્મચારી વતી શ્રી કે.ડી.સરવૈયા, જિગ્નેશભાઈ જોશી, અનિલભાઈ પંડિત, વિપુલભાઈ પરમારે પ્રતિભાવ રજૂ કર્યો હતો. અંતે જ્ઞાનધારા દ્વારા છેવાડાના માનવીનું ભલું તે વાત આર.ડી.ડી. શ્રી મનીષકુમાર ફેન્સી દ્વારા રજૂ કરાઇ હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. મનિષા પરમાર દ્વારા કરાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા તાલીમ ભવનના ડો. સુનિલ પટેલ, જિલ્લા મેલેરિયા શાખાના ડો. બી.પી.બોરીચા, મેહુલ ચૌહાણ, દર્શનભાઈ રાજ્યગુરુ, તથા મેલેરીયા શાખાના તમામ કર્મચારીએ જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/