fbpx
ભાવનગર

મહુવા ખાતે વેપારીની થયેલ હત્યાનો વણશોધાયેલ ગુન્હો શોધી મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

💫 ગઇ તા.૦૨/૦૫/૨૦૨૨નાં રોજ જેન્તીભાઇ ભગવાનદાસ લાલવાણી ઉ.વ.૪૨ ધંધો-વેપાર રહે.પ્લોટ નં.૯/એ, વિપુલ સોસાયટી, મહુવા, જી.ભાવનગર વાળાએ મહુવા પોલીસ સ્ટેશનમાં એવાં મતલબની ફરિયાદ લખાવેલ કે,મહુવા ગાંધીબાગ રોડ, ભાસ્કરરાવ કોમ્પ્લેકસમાં આવેલ ઓમ સીલેક્શન નામની રેડીમેઇડ કપડાની દુકાન તેનાં ભાઇ જગદિશભાઇ સાથે મળી ચલાવે છે. ગઇ કાલ તા.૦૧/૦૫/૨૦૨૨નાં મોડી રાત સુધી ફરિયાદીશ્રીનાં ભાઇ જગદીશ ઘરે આવેલ નહિ હોવાથી જગદિશભાઇની શોધખોળ કરતાં કોમ્પ્લેકસની નીચેનાં ભાગે જગદીશ ભાઇની લાશ પડેલ હતી. જે અંગે ફરિયાદીશ્રીએ તેનાં ભાઇ જગદિશની હત્યા અંગે અજાણ્યા માણસો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવેલ. આ ગુન્હાની તપાસ વી.એ. દેસાઇ પોલીસ ઇન્સ.,મહુવા પોલીસ સ્ટેશન,ભાવનગરનાંઓએ સંભાળેલ હતી. 
💫 પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલસાહેબે આ ગુન્હાની અને પરિસ્થિતી ની ગંભીરતા ધ્યાને લઇ આ વણશોધાયેલ હત્યાનો ગુન્હો શોધી કાઢવા માટે એસ.બી.ભરવાડ પોલીસ ઇન્સ.,લોકલ ક્રાઇમ બ્રાન્ચ,ભાવનગરનાંઓને સુચના કરેલ. 
💫 ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં અધિકારી/કર્મચારીઓએ ટેકનીકલ સેલ તથા હ્યુમન સોર્સથી મરણ જનાર સાથે સંકળાયેલ ઇસમો બાબતે ઝીણવટભરી રીતે પુછપરછ કરી તપાસ કરતાં આ હત્યામાં રૂપિયાની લેતી-દેતી કારણભુત હોવાનું જણાય આવેલ.જે દિશામાં તપાસ દરમ્યાન એલ.સી.બી.ને મળેલ અતિ ગોપનીય માહિતી આધારે રામભાઇ મોહનભાઇ બુધવાણી રહે.ગોકુળનગર તા.મહુવા, જી.ભાવનગરવાળાની ખુબ જ ઉંડાણપુર્વક પુછપરછ દરમ્યાન જણાવેલ કે,તેણે મરણ જનાર જગદિશભાઇને વ્યાજે રૂપિયા અપાવેલ.જે રૂપિયાની મુદ્દત પુરી થતી હોય. મરણ જનાર પાસે મુદ્દલ રકમ કે વ્યાજની રકમ વારંવાર પરત કરવાની ઉઘરાણી કરતાં હોવા છતાં રૂપિયા પરત આપતો ન હોય.જેથી આરોપીએ તેની દુકાનમાં કામ કરતાં હનિફ મહંમદભાઇ મોગર રહે.મહુવાવાળા સાથે પુર્વ આયોજન કરી જગદિશભાઇને ગોડાઉનમાં નાસ્તો કરવા માટે બોલાવી આરોપી રામભાઇએ જગદિશભાઇનાં પીઠનાં ભાગે પિસ્ટલમાંથી ગોળી મારેલ. હનિફ મોગરે જગદિશભાઇને માથાનાં ભાગે સીમેન્ટનાં બ્લોક મારતાં તે મરી જતાં તેની લાશને લોબીમાંથી નીચેનાં ભાગે ફેંકી દઇ ગોડાઉનમાં લોહીનાં ડાઘ સાફ કરી દીધેલ. આરોપી રામભાઇએ તેની દુકાનમાં કામ કરતાં ધીરૂપરી ઉર્ફે ધિરેન નટુપરી ગોસાઇ રહે.ચારડિકા  તા.મહુવાવાળા ને રૂપિયા વાપરવા માટે આપશે તેમ જણાવી પિસ્ટલ સાચવવા માટે આપી દીધેલ.આ ગુન્હાનાં આરોપી રામભાઇ ખુબ ગુનાહિત માનસિકતા ધરાવતાં હોય.તેઓને હથિયારો રાખવાનો શોખ હોય. તેઓએ પિસ્ટલ તથા છરીઓ ખરીદ કરેલ હોવાનું જણાય આવેલ. 
*આરોપીઃ-*૧. રામભાઇ મોહનભાઇ બુધવાણી ઉ.વ. ૩૨ ધંધો-વેપાર રહે. બ્લોક નં.બી-૮૭, ગોકુળનગર, તા.મહુવા, જિ.ભાવનગર૨. હનિફ ઉર્ફે સલમાન મહંમદભાઇ મોગર ઉ.વ.૨૭ ધંધો- પ્રાયવેટ નોકરી રહે.ખાંટકીવાડ,મહુવા જિ.ભાવનગર૩. ધીરૂપરી ઉર્ફે ધિરેન નટુપરી ગોસાઇ રહે.ચારડીકા તા.મહુવા જિ.ભાવનગર હાલ-પુજા ફલેટ,મહુવા જિ.ભાવનગર
💫 ભાવનગર,એલ.સી.બી.એ આરોપીઓ પાસેથી પીસ્ટલ નંગ-૦૨ તથા જીવતાં કાર્ટીસ નંગ-૦૧ અને ખાલી કાર્ટીસ નંગ-૦૧ કબ્જે કરી ગુન્હાનાં કામે ઉપયોગમાં લીધેલ પીસ્ટલ સિવાયની બીજી પીસ્ટલ મળી આવેલ.જે અંગે ખુંટવડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવવા માટે તજવીજ હાથ ધરેલ છે.  
💫 આમ, ભાવનગર,એલ.સી.બી. તથા મહુવા પોલીસને પ્રયત્નોનાં પરિણામ સ્વરૂપ ખુબ જ પડકારજનક કહી શકાય તેવો હત્યાનાં ગુન્હાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલવામાં ખુબ જ મહત્વની સફળતા મળેલ છે.
💫 આ સમગ્ર કામગીરીમાં ભાવનગર, એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, મહુવા પો.સ્ટે.નાં પોલીસ ઇન્સ. શ્રી વી.એ.દેસાઇ, પો.સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પો.સબ ઇન્સ.શ્રી પી.આર. સરવૈયા તથા એફ.એસ.એલ. અધિકારી શ્રી, ભાવનગર, એલ.સી.બી.નાં પો.હેડ કોન્સ. રાજેન્દ્દસિંહ સરવૈયા પો.કોન્સ. ધર્મેન્દ્દસિંહ ગોહિલ,અલ્તાફભાઇ ગાહા તથા મહુવા પોલીસનાં માણસો જોડાયા હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/