fbpx
ભાવનગર

ભાવનગર LCB તથા પેરોલ ફર્લો સ્કવોડે છેતરપીંડીના ગુનાનો આરોપી ઝડપી પાડ્યો

Cheater Nabs : ભાવનગર, શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લોખંડનાં સળીયા કિ.રૂ. ૭,૩૧,૫૩૦/-ની છેતરપીંડીનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા  પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી એસ.બી.ભરવાડ, પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા, શ્રી પી.આર. સરવૈયા તથા પેરોલ ફર્લો સ્કવોડ તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળા ની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.

ભાવનગર,એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને સંયુકત રીતે માહિતી મળી આવેલ કે, ભાવનગર, શિહોર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦ ૪૭૨૧૦૮૩૭/૨૦૨૧ ઇ.પી.કો.કલમઃ-૪૦૭ મુજબના ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી રહીમભાઇ ગફુરભાઇ ભાયલા રહે..મોડાસા જી.અરવલ્લીવાળા હાલ-મેઘરજ  રહે છે. જે માહિતી આધારે ગઇકાલે ભાવનગર,એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોએ મેઘરજ ખાતે જઇ નાસતાં-ફરતાં આરોપી રહિમભાઇ ગફુરભાઇ ભાયલા ઉ.વ.૫૦ ધંધો-વેપાર રહે.૬૧,નવી ફળી,ઘાંચીવાડ,મેઘરજ તા.મેઘરજ જી.અરવલ્લી વાળા હાજર મળી આવેલ. જે નાસતાં-ફરતાં આરોપીને હસ્તગત કરી ભાવનગર શિહોર પોલીસ સ્ટેશન ખાતે આગળની વધુ કાર્યવાહી થવા માટે સોંપી આપવામાં આવેલ છે. 

આમ,ભાવનગર,શિહોર પોલીસ સ્ટેશન માં દાખલ થયેલ લોખંડનાં સળીયા કિ.રૂ. ૭,૩૧,૫૩૦/-ની છેતરપીંડીનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડને સફળતા મળેલ છે.

આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી. ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી. જાડેજા,પોલીસ સબ ઇન્સ. પી.આર. સરવૈયાની સુચના અને માર્ગદર્શન અનુસાર પો.હેડ કોન્સ. જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલ્વા, બીજલભાઇ કરમટીયા,હરિચંદ્દસિંહ ગોહિલ, શકિતસિંહ સરવૈયા તથા ડ્રાયવર સુરસિંહ ગોહિલ એ રીતેના સ્ટાફના માણસો જોડાયા હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/