fbpx
ભાવનગર

દેશના નકશામાં સ્થાન મેળવી આ બુકથી સમગ્ર વિશ્વમાં પહોંચ્યા બલદેવ પરી. ટાઇટલ સાથે. ગૂગલના યુટ્યુબ દ્વારાકોફી ટેબલ બુકમાં  આપ્યું અનોખું સ્થાન  એક ટેકનોસેવી  કાથરોટા માધ્યમિક શાળાના શિક્ષકને મળ્યું અનોખું સ્થાન.

ગૂગલના યૂટ્યુબ દ્વારા તૈયાર થઇ છે એક બુક જેમાં ૨૦૨૦મા કોરોના સમયના lockdown માં દેશના લોકોની જરૂરિયાતને સમજીને ગુજરાતના બાળકોને શાળાઓ બંધ હતી  ત્યારે શિક્ષણ કાર્ય આપીને શિક્ષણનો વિકલ્પ પૂરો પાડેલ  જે કાર્યની નોંધ લઇ google દ્વારા બનાવેલ એક બુક જે કોફી ટેબલ બુક નામથી વિશ્વના તમામ દેશોને youtube દ્વારા  આપેલ છે, જેમાં દરેક રાજ્યના એક એક એમ  કુલ ૩૫ વ્યક્તિઓએ દેશ માટે કરેલ કાર્યની વિશેષ છણાવટ કરી છે, દેશના નકશામાં ગુજરાત ઉપર કબજો કરનાર બલદેવપરીને આ બુક તારીખ ૫/ ૫/ ૨૦૨૨ ના રોજ મળેલ  છે અને પોતાના ગુરુ શ્રી નલિન પંડિત સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં પૂજ્ય મોરારીબાપુના વરદ હસ્તે ખુલ્લી મુકવામાં આવી, ગુજરાત રાજ્યના gcertના પૂર્વ નિયામક શ્રી  પોતાના શિષ્યની  વિશેષ સેવાથી પ્રસન્ન થઈ કંઇક આવું લખે છે. સો સો સલામ ICT ગુરૂ શ્રી બલદેવપરીને. ગૂગલ -યુટયુબ દ્વારા એક નવી ભાતનું સન્માન.. સમગ્ર દેશમાં, કોરોનાના રાક્ષસીકાળ સામે બાથ ભીડી જેઓએ સમાજ માટે મુઠ્ઠી ઊંચેરું કામ કર્યું તેઓની વિશેષ નોંધ લઈ ગૂગલ યુટ્યુબ દ્વારા એક વિશેષ બુક બહાર પડી. નામ કોફી ટેબલ બુક.. સમગ્ર દેશમાંથી ૩૫ વિરલા પસંદ થયાં તેમાનાં એક બળદેવપરી. ગુજરાતમાંથી માત્રને માત્ર એક બળદેવપરી. શિક્ષક તરીકે સમગ્ર ભારતનું ગૌરવ એટલે  બલદેવપરી.. ભાઈશ્રી બલદેવપરીએ ૧૧૦૦ જેટલું લર્નીંગ મટીરીયલ બનાવી યુટયુબ ઉપર મૂક્યું. તે પણ નિશુલ્ક!!
જેના વેબસાઈટમાં બે કરોડ વ્યુવર રહ્યાં.. આ માટે ગાંઠનું ગોપીચંદ કરી ઘરે સાત લાખ રૂપિયાનો સ્ટુડિયો બનાવ્યો . કોરોનામાં શાળા બંધ હતી પણ શિક્ષણ ચાલુ હતું તેમાં આ ગુરુજીનો સિંહફાળો રહ્યો. વિશ્વમાં રાષ્ટ્રપતિ ભવનો સુધી પહોંચનાર આ ટેબલ કોફી બુકને આજરોજ પૂજ્ય મોરારીબાપુએ ખુલ્લી મૂકી સમગ્ર શિક્ષણ જગતને ચાર ચાંદ લગાવી દીધા. નિરાળા, નિરાભિમાની, સાદાઇને વરેલા, ict ધૂની, પ્રેમ ભરેલું કુટુંબ પામેલા ભાઈશ્રી બલદેવ પરીને સો સો સલામ. પૂજ્ય મોરારિબાપુના વરદ હસ્તે  ગુરુજી શ્રી નલિન પંડિત સાહેબ GCERT પૂર્વ નિયામકની પ્રેરક ઉપસ્થિતીમાં  તલગાજરડા (બાપુના નિવાસસ્થાને) આ કોફી  ટેબલ બુક ખુલ્લી મુકવામાં આવી છે.
જે બુક માં પસંદ થયેલ ૩૫ યૂટયૂબરોનો જીવન જરમર અને તેમણે કરેલા કાર્યની યશગાથાનું વર્ણન કરવા આવ્યું છે. આ ગૌરવવંતી અને વૈશ્વિક સન્માન ગૂગલ દ્વારા આપેલ બીજી ઘટના છે, જે સમગ્ર ગુજરાત અને શિક્ષણ જગતમાં ચાર ચાંદ. લગાવનારી ચિર સ્મરણીય ઘટના બની છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/