fbpx
ભાવનગર

ભાવનગરમાં ૨.૮૫ કરોડના ઈમેમા સામે ૧.૧૦ કરોડનો દંડ હજુ બાકી

ભાવનગર શહેરમાં વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ કુલ ૩૪૧ કેમેરા લાગેલા છે જેમાંથી ૩૩૫ કેમેરા શરૂ છે. બાકીના ૬ કેમેરા બંધ હાલતમાં છે જેમાં ફ્લાઈઓવરનું કામ ચાલી રહ્યું છે તે વિસ્તારના ૫ અને એક નવું એસટી બસ સ્ટોપ બની રહ્યું હોવાથી ત્યાંનો ૧ કેમેરો હંગામી ધોરણે બંધ છે. એ સિવાય શહેરના જે-તે વિસ્તારોમાં લાઈટકાપ હોય ત્યારે એ વિસ્તારના કેમેરા લાઈટકાપના કારણે તે સમયગાળા દરમિયાન બંધ રહેતા હોય છે. જે લાઈટ આવ્યે પૂર્વવત શરૂ થઈ જાય છે. જિલ્લામાં બનતા જુદાં-જુદાં ગુન્હાઓ, વીઆઈપી બંદોબસ્ત અને ટ્રાફિક મેનેજમેન્ટના કુલ ૪૫૭ બનાવોમાં સીસીટીવી કેમેરા મદદરૂપ થયાં છે જેમાં વર્ષ ૨૦૨૧માં ૩૯૨ કેસો અને વર્ષ ૨૦૨૨ના ૩૦ એપ્રિલ સુધીમાં ૬૫ કેસો ઉકેલવામાં મદદ મળી છે.

જિલ્લામાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા કુલ ૬૬ હજારથી વધારે લોકોને ૨.૮૫ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાંથી ૧.૭૫ કરોડ લોકોએ સમયસર દંડની ભરપાઈ કરી દીધી છે પરંતુ હજુ કુલ ૨૩,૧૨૪ લોકોએ ૧.૧૦ કરોડનો દંડ ભરપાઈ કર્યો નથી. વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ જિલ્લાના જુદાં-જુદાં પોઈન્ટ પર મુકવામાં આવેલા સીસીટીવી કેમેરા શહેર અને જિલ્લામાં ટ્રાફિકનું નિયમન કરે છે અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાને વાહનચાલકોને તેના સરનામા પર ઈ-મેમો મોકલવામાં આવે છે. જે વાહનચાલકે મેમો મળ્યાના ૧૫ દિવસમાં ભરવાવો હોય છે પરંતુ આ સરકારી કાગળના લોકો હજુ ગંભીરતાથી લેતા નથી. છેલ્લા સવા વર્ષમાં ભાવનગર જિલ્લામાં કુલ ૬૬૬૩૯ ઈ-મેમો જનરેટ થયાં જેનો કુલ દંડ રૂ. ૨,૮૫,૫૭,૫૦૦ છે. જેની સામે ૪૩૪૨૭ ઈ-મેમોના રૂ. ૧,૭૫,૧૨,૫૦૦નો દંડ લોકોએ ભર્યો છે. જ્યારે ૨૩૧૨૪ ચલણના દંડની રકમ રૂ. ૧,૧૦,૪૪,૦૦૦ લોકોએ હજુ ભરી નથી. સવા વર્ષમાં કુલ રકમના ૬૫% દંડ લોકોએ ભરી દીધો છે પરંતુ બાકી રકમનો આંકડો પણ ખુબ મોટો છે ત્યારે ઈ-કોર્ટ થકી દંડની વસુલાતની કાર્યવાહી થાય તો રિવકરી ઝડપી બનશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/