fbpx
ભાવનગર

 રાજ્યની સ્વીમીંગ સ્કુલમા મોટી પાણીયાળી કે.વ શાળાના એક સાથે નવ બાળકો પસંદ થયા

પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ શાળાના બાળકોએ શાળાના આચાર્ય અને બાળકોના કોચ બી.એ.વાળા ના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા મુકામે યોજાયેલ રાજય કક્ષાની તરણ કસોટીમા ભાગ લીધો હતૉ જેમા સ્વીમીંગની વિવિધ ઇવેન્ટ ફ્રી સ્ટાઇલ, બેક સ્ટ્રોક, બટર ફલાય, બ્રેસ્ટ સ્ટ્રોક ની કસોટી લેવામા આવી હતી અને સમગ્ર ગુજરાત માથી 52 ખેલાડીઓની પસંદગી થઇ છે જેમા મોટી પાણીયાળી એક જ ગામના એક સાથે નવ ખેલાડીઓની પસંદગી થતા સમગ્ર શાળા પરિવારમા આનંદની લાગણી ફેલાઇ છે.    

   સ્વીમીંગ પુલ ની સુવિધા ન હોવાથી શાળાના બાળકોને શાળાના આચાર્યશ્રી બી.એ.વાળા દ્વારા શાળા સિવાયના સમયે અને રજાઓમા પણ બાળકોને ચેકડેમમા નિયમિત રીતે પ્રેકટિસ કરાવવામા આવતી હતી અને ચેકડેમમા પ્રેકટિસ કરીને વૈશાલી વાઘેલા, રવિના વાઘેલા, ધારા બારૈયા, જયદિપ પરમાર, અમરદિપ વાળા, સુર્યદિપ વાળા, રાજવિર વાળા, વૈભવ વાઘેલા, નરેશ સરવૈયા એમ કુલ નવ બાળકોએ શાનદાર સફળતા મેળવતા સ્વીમીંગ સ્કુલમા પસંદગી પામ્યા છે જ્યારે સેજલ ગોહિલ એથ્લેટિકસ સ્કુલમા પસંદ થયેલ છે અને ત્રણ બહેનો થોડા દિવસ અગાઉ સ્પોર્ટ્સ સ્કૂલમાં પસંદ થઈ હતી આમ આ વર્ષે એક સાથે તેર બાળકો પસંદગી પામ્યા છે અને શાળા તેમજ ગામનુ ગૌરવ વધારેલ છે, પસંદ થયેલ બાળકોને સ્પેશ્યલ કોચ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે અને આ બાળકોની શિક્ષણ ફી,હોસ્ટેલ ફી,સ્પોર્ટ્સ કિટ સહિત તમામ ખર્ચ સરકારશ્રી દ્વારા કરવામાં આવશે. પસંદ થયેલ બાળકો ના વાલીઓએ શાળા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/