fbpx
ભાવનગર

         મોટી પાણીયાળી કે.વ શાળામા દાતાશ્રી દ્વારા ૨૧૦૦ ચોપડા વિતરણ અને ઉચ્ચ સિધ્ધિ મેળવનાર બાળકોનો સન્માન સમારોહ યોજાયો

પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ શાળામા  તારીખ;૧૯/૬/૨૦૨૨ ને રવિવારના રોજ શાળાના ૪૨૫ જેટલા બાળકોને લખવા માટે સારી ગુણવત્તાના ૨૧૦૦ ફુલ્સકેપ ચોપડા વિતરણનો કાર્યક્રમ દાતાશ્રી વલ્લભભાઇ માણિયા અને અનિલભાઇ માણિયા તેમજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સભ્યશ્રી વિજયસિંહ ચૌહાણની હાજરીમા યોજાયો હતો,દાતાશ્રી મારૂતિ ડિયામ પરિવાર તરફથી દર વર્ષે બાળકોને લખવા માટે આખુ વર્ષ ચાલે એટલા ફુલ્સકેપ ચોપડા  આપવામા આવે છે જેથી બાળકોના શિક્ષણમા ખુબ જ મદદ મળી રહે છે.      

આ પ્રસંગે ખેલ મહાકુઁભની વિવિધ સ્પર્ધામા શાળાના આચાર્યશ્રી બી.એ.વાળા અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ જિલ્લા અને રાજય કક્ષાએ એક થી ત્રણમા ૫૬ નઁબર મેળવનાર બાળકો ઉપરાંત સ્પોર્ટ્સ સ્કુલમા પસંદ થયેલ અને શાળા તથા ગામનુ ગૌરવ વધારનાર તમામ બાળકોનુ મેડલથી સન્માન કરવામા આવ્યુ હતુ.કાર્યક્રમનુ સંચાલન શિક્ષકશ્રી મહેશભાઇ દ્વારા કરવામા આવેલ.     બાળકો માટે રજાઓમા અને શાળા સિવાયના સમયમા પણ સતત મહેનત કરતા શાળાના આચાર્ય અને શિક્ષકોને ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનો દ્વારા બિરદાવવામા આવ્યા હતા. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/