fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીની પ્રેરક હાજરીમાં શ્રી ફરિયાદકા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઊજવાયો


ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી (DDO) શ્રી માનનીય ડૉ. પ્રશાંત જિલોવા સાહેબ (આઇ.એ. એસ.)ની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી ફરિયાદકા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૨ ઉજવાઇ ગયો. 


અગાઉથી નિર્ધારિત થયેલ કાર્યક્રમમાં મિનિટ ટુ મિનિટ સહભાગી બની શાળાને પ્રેરણા અને માર્ગદર્શન થકી ઉત્સાહથી સભર કર્યાં. ક્લાસ વન અધિકારી તરીકે પ્રાથમિક શાળાના બાળકો માટે તેઓ પાસે સ્પષ્ટ વિઝન જોવા મળ્યું. તેમનો હકારાત્મક અભિગમ અને સતત ઉત્સાહિત કરતી વાતોથી શ્રી ફરિયાદકા પ્રાથમિક શાળાના ભાવાવરણમાં અનેરી મહેક પ્રસરી. કાર્યક્રમના અંતે શિક્ષકો, એસ.એમ.સી., આંગણવાડી વર્કર્સ બહેનો અને ગ્રામ પંચાયતના સદસ્યો સાથે એક બેઠક યોજી સૌને કામ કરવા માટે ઉત્સાહિત કર્યાં. બેઠકમાં શ્રી જિલોવા સાહેબે સ્વચ્છતા, બાળકોમાં ક્રિએટીવીટી, કૉન્સેપ્ટ સમજાવવાની તકનીક અને વિવિધ કૌશલ્યો ખીલવવાની વાત સરળ ઉદાહરણો આપીને સમજાવી. અંતે તેઓશ્રીએ શ્રી ફરિયાદકા પ્રાથમિક શાળાના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના સુંદર કાર્યક્રમ બદલ સૌને બિરદાવ્યાં. આજના કાર્યક્રમમાં સામાજિક ન્યાય સમિતિ ભાવનગરના ચેરમેન શ્રી જશુબેન મનજીભાઇ મકવાણા, મામલતદાર ભાવનગર શ્રી ઝાલા મૅડમ, નાયબ મામલતદાર શ્રી ભાવેશસિંહ ઝાલા, સિદસર મૉડેલ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી સમીરભાઇ જાની, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક ફરિયાદકાના બ્રાંચ મેનેજર શ્રીમતી રબ્બા મૅડમ, આઇ. સી. ડી. એસ.સુપરવાઇઝર શ્રી હર્ષિદાબેન જાની, બુધેલ સી.આર.સી. કૉ ઑર્ડીનેટર શ્રી ધર્મેન્દ્રભાઇ ત્રિવેદી, સરપંચ શ્રીમતી નમ્રતાબેન સંજયભાઇ ઉણેચા, એસ.એમ.સી. અધ્યક્ષ શ્રી કિશોરભાઇ ડી. મકવાણા, ઉત્તર બુનિયાદી હાઇસ્કૂલ ફરિયાદકાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી બાબુભાઇ મોરડિયા, આઇ.ઇ.ડી., બી. આર. સી.માંથી શ્રી અશ્વિનભાઇ, ગામના અગ્રણીઓ શ્રી હિંમતભાઇ ઉણેચા, શ્રી મનજીભાઇ મકવાણા, શ્રી હનુભાઇ રાઠોડ વગેરેએ હાજર રહી શાળાને પ્રોત્સાહિત કરેલ.Attachments area

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/