fbpx
ભાવનગર

કુલ-૭૫ સ્ટોલની ૭૫ હજાર લોકોએ મુલાકાત લઇ સ્થાનિક મહિલાઓ પાસેથી રૂ.૨૧ લાખથી વધુની ચીજવસ્તુઓની ખરીદી કરી

સમગ્ર રાજ્યમાં સ્વ-સહાય જૂથો/ કારીગરો દ્વારા સ્વ-ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણનાં ઉદ્દેશથી કલાત્મક ચીજવસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરતાં ગ્રામીણ મહિલા સ્વ-સહાય જૂથો/ કારીગરોના ઉત્થાન માટે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગનાં સંયુક્ત ઉપક્રમે ભાવનગરમાં તા.૨૮/૦૬/૨૦૨૨ થી તા.૦૪/૦૭/૨૦૨૨ દરમિયાન “જિલ્લા કક્ષાનાં સખી મેળા-૨૦૨૨”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લામાં આ મેળાની સફળતા થકી સ્થાનિક મહિલાઓ આત્મનિર્ભર બની છે.

        જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભાવનગર દ્વારા સંકલિત કરાયેલ આ સખી મેળામાં કુલ-૭૫ સ્ટોલ લગાવવામાં આવ્યાં હતાં. જેમાં સખી મંડળો દ્વારા વિવિધ હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓ, હેન્ડલુમ, ઓર્ગેનિક હર્બલ પ્રોડક્ટ, આર્ટીફિશિયલ જ્વેલરી, નારીયેળના રેશાની બનાવટો, વિવિધ પ્રકારનાં અથાણાં અને પાપડ અને મસાલાઓ તેમજ પારંપારિક જાત-જાતની વાનગીઓ સહિતની ચીજવસ્તુઓના સ્ટોલ ૦૭ દિવસ માટે લગાવવામાં આવ્યાં હતાં.

        આ સાત દિવસ દરમ્યાન ભાવનગરનાં ૭૫ હજાર લોકોએ મુલાકાત લઇને રૂ. ૨૧ લાખથી વધુની વસ્તુની ખરીદી કરી છે. જે આ મેળાની સફળતા દર્શાવે છે.

        આ સખી મેળામાં વેસ્ટમાંથી બેસ્ટ, ઇનોવેટીવ પ્રોડક્ટ, ખાણી-પીણીની ચીજવસ્તુઓની મોટાપાયે ખરીદી કરી હતી. આ સિવાય સખી મંડળનાં એક સ્ટોલમાં તો ડિજિટલ રીતે પેમેન્ટ સ્વિકારવામાં આવતું હતું તેને પણ લોકોએ વધાવ્યું હતું.

        સખી મંડળની બહેનોનું આ સ્ટોલ અને મેળા અંગે કહેવું હતું કે, રાજ્ય સરકાર મહિલાઓની આર્થિક ઉન્નતી થાય અને તેઓ પગભર બને તે માટે મિશન મંગલમ યોજનાં કે જે સખી મંડળ તરીકે ઓળખાય છે તે ખૂબ જ ઉપયોગી થઇ છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આવા મેળાઓમાં સ્ટોલ માટે પણ મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તે ગૌરવની બાબત છે. અમને અમારા પગ પર ઉભા થવા અને સમાજમાં એક આગવું સ્થાન બનાવવાં માટે ઉપયુક્ત બની છે.  

        તેમણે જિલ્લા વહિવટી તંત્ર સહિત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા મિશન મંગલમનાં કર્મચારીઓ અધિકારીઓના ખાસ આભાર વ્યક્ત કર્યો હતો. મેળામાં સ્ટોલ શરૂ કરવાથી લઇ સ્થાનિક કક્ષાએ વેચાણ અને માર્કેટીંગ અંગે સતત માર્ગદર્શન આપવા બદલ તેમના ઋણી હોવાની ભાવના વ્યક્ત કરી હતી.

આ અન્વયે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભાવનગરના નિયામકશ્રી તુષાર જોષી જણાવે છે કે, સખી મંડળો પોતાની આજીવિકા કાયમ માટે ટકાવી ગુણવત્તાસભર જીવન જીવી શકે તેવો રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશનનો આશય છે.

        મહિલા સશક્તિકરણ માટે સમગ્ર દેશમાં અવ્વલ ગુજરાત રાજ્યમાં મહિલાલક્ષી વિવિધ કલ્યાણકારી યોજનાઓ-નિતિઓના પરિણામલક્ષી અમલ થઇ રહ્યા છે. ગુજરાત રાજ્ય દ્વારા જ વર્ષ ૨૦૧૪-૧૫થી “જેન્ડર બજેટ” આપવાની શરૂઆત થઇ હતી. જેના દ્વારા મહિલાઓને વિકાસના તમામ ક્ષેત્રે મુખ્ય પ્રવાહમાં લાવવા અને મુખ્ય પ્રવાહનો સક્રિય ભાગીદાર બનવા અત્યંત સંવેદનશીલ અભિગમ દાખવ્યો છે. જેમાં આ સખી મેળાના આયોજન જેવા અનેક પ્રવૃત્તિઓ અને નવિન પહેલો દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસના સરાહનીય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દરેક વિભાગ દ્વારા જનસેવા અને ફરજ નિષ્ઠાના હકારાત્મક અભિગમના કારણે ભાવનગર જિલ્લાની મહિલાઓ આર્થિક રીતે પગભર બની સમાજિક સુધારા અને સમાજ નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપી એક નવી દિશા ચિંધી છે.

        તા.૨૮મી થી શરૂ થયેલ આ મેળાએ ભાવનગરની જનતામાં પહેલા દિવસથી જ આગવું આકર્ષણ જમાવ્યું હતું અને તે સાથે સખી મંડળની બહેનોનું વેચાણ પણ વધતું ગયું હતું. પહેલાં દિવસે ૨,૦૦૦ થી વધુ મુલાકાતીઓએ રૂ. ૪૨,૦૦૦ થી વધુની વસ્તુની ખરીદી કરી હતી. જ્યારે ગઇકાલે ૧૮,૦૦૦ મુલાકાતીઓએ મુલાકાત લઇ રૂ.૪,૮૫,૮૫૦ ની ખરીદી કરી હતી. જે આ મેળાની સફળતા દર્શાવે છે.  

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/