fbpx
ભાવનગર

રાજ્યના સુપ્રસિદ્ધ તીર્થસ્થાન બગદાણા (તા.મહુવા) ખાતે આગામી તા.13 ને બુધવારના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાશે

રાજ્યના સુપ્રસિદ્ધ તીર્થસ્થાન બગદાણા (તા.મહુવા) ખાતે આગામી તા.13 ને બુધવારના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવનાર છે.ત્યારે ગુરુ આશ્રમ બગદાણા ખાતે તમામ તૈયારીઓ ને આખરીઓ આપવામાં આવી રહ્યો છે. આ માટે આજે અહીં સ્વયંસેવકો દ્વારા સેવા કામગીરીનો ધમધમાટ જોવા મળ્યો હતો.ગત વર્ષના અષાઢી પૂનમ એટલે કે ગુરુપૂર્ણિમા મહોત્સવ ની ઉજવણી કોરોના કાળને હિસાબે થઈ શકી ન હતી.ત્યારે આ વર્ષે ગુરુપૂર્ણિમા ની ઉજવણી થવાની હોય બાપાના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે ભાવિક ભક્તજનો મોટી સંખ્યામાં આ દિવસે ઉપસ્થિત રહેશે.રસોડા વિભાગ સહિત અલગ અલગ 21 વિભાગોમાં આયોજનપૂર્વક કામગીરીની વહેંચણી કરવામાં આવી છે. દર વર્ષની જેમ ગુરુપૂર્ણિમાની ઉજવણીના આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત થવાની ગણતરી સાથે રસોડા વિભાગમાં તમામ તૈયારીઓ થઈ રહી છે. મોટા માનવ સમુદાયની વ્યવસ્થાઓને પહોંચી વળવા માટે  સ્વયંસેવક મંડળના 87 ગામો ના 2000 ભાઈઓ અને 500 જેટલી મહિલાઓ સ્વયંસેવક તરીકે સેવા પૂરી પાડશે. ગુરુ આશ્રમની પરંપરા પ્રમાણે દરેકને ભોજન પ્રસાદ પંગતમાં બેસીને પીરસવામાં આવે છે. વ્યવસ્થા ખાતર ગોપાલ વાડીમાં ભાઈઓ અને સંતો તેમજ આશ્રમની નજીકના પરિસરમાં આવેલા રસોડા વિભાગમાં બહેનો ભોજન પ્રસાદ લેશે.અહીં પોલીસ વિભાગ દ્વારા મહિલા પોલીસ સહિત 130 પોલીસ કોન્સ્ટેબલ, 1 પીઆઈ,5 પીએસઆઈ તેમજ 90 હોમગાર્ડ ના જવાનો નો બંધોબસ્ત રહેશે.આકસ્મિક સંજોગો માટે મહુવા નગરપાલિકા દ્વારા એક ફાયર ફાઈટર વાહન સ્ટેન્ડ બાય રહેશે. આ સિવાય એક 108 સહિત ત્રણ મેડિકલ એમ્બ્યુલન્સ પણ રહેશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બેલમપર દ્વારા અહીં મેડિકલ કેમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં પ્રાથમિક સારવાર તેમજ બાર વર્ષથી ઉપરના ને કોરોના રસીકરણ કેમ્પ પણ રહેશે.આશ્રમ પરિસરમાં અહીં બ્લડ ડોનેશન કેમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહામુલુ રક્તદાન કરવા અનુરોધ કરાયો છે.ગુજરાત રાજ્ય એસટી નિગમ ભાવનગર ડેપો દ્વારા પાલીતાણા,તળાજા, મહુવા સહિતના બસ ડેપો પરથી ખાસ બસો બગદાણા ધામે આ દિવસના દોડાવવામાં આવનાર છે. સરકારશ્રીની કોરોના ગાઈડ લાઈન મુજબ  મોં પર માસ્ક બાંધવું તેમ જ સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવાનું આશ્રમના વ્યવસ્થાપકો દ્વારા જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/