fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામાં તા.૧૫ નાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર સાબદુ

        ભારતના હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં ૧૫ જુલાઇના ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ૧૫ જૂલાઈનાં રોજ ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવેલ છે જેના કારણે જિલ્લામાં આવેલ ડેમો, નદી, નાળાઓ તેમજ તળાવો વિગેરે ઓવરફલો થવાની શકયતાઓ રહેલ છે

        ભાવનગર જિલ્લામાં તા. ૧૪ જૂલાઈનાં રોજ ઓરેન્જ એલર્ટ હતું જેનાથી અમુક તાલુકાઓમાં મધ્યમ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત તા. ૧૫ નાં રોજ રેડ એલર્ટની ચેતવણી હોવાથી તંત્ર દ્વારા દરેક વિભાગોના વડાને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી સાહસ કરી પાણીના પ્રવાહમાં વાહનો સાથે કે ચાલીને પસાર નહીં થવા અપીલ કરવામાં આવી છે.      

        આ ઉપરાંત વરસાદની આગાહી અંગેની માહિતી ભારતીય હવામાન વિભાગની વેબ સાઈટ https://mausam.imd.gov.in/ahmedabad/ પરથી મેળવી શકાશે. આ ઉપરાંત આકાશી વિજળીથી બચવાં માટે “DAMINI” મોબાઈલ એપ્લીકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી આપને આપના વિસ્તારમાં વિજળી પડવાની શક્યતાઓ અંગે અગાઉથી જાણકારી મળી રહેશે.

        ભારે વરસાદ, ચોમાસા દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ બનવા પામે તો તાત્કાલીક સંબંધિત મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી તથા તાલુકા કક્ષાના કંટ્રોલરૂમ ખાતે અથવા જિલ્લા કક્ષાનાં કંટ્રોલરૂમ ખાતે ફોન નં.૦૨૭૮-૨૫૨૧૫૫૪ / ૫૫ ( ૧૦૭૭ ટોલ ફ્રી ) ઉપર તુરંત જાણ કરવાં તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/