fbpx
ભાવનગર

પાલીતાણાની માનસિંહજી હોસ્પિટલ ખાતે રાજકોટ એઇમ્સ હોસ્પિટલના ડોક્ટરોએ મુલાકાત કરી

પાલીતાણા તાલુકાની સુખાકારી માટે બનેલ ‘એ’ ગ્રેડની હોસ્પિટલ માનસિંહજી હોસ્પિટલમાં અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી
રહી છે જેને લઇને ગઇકાલે રાજકોટ એઇમ્સ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા મુલાકાત કરવામાં આવી હતી.
જેમાં ઇ- ટેલીમેડિસિન સેવા અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, હેલ્થ વેલનેશ સેન્ટરો અને સબ સેન્ટરથી દર્દીને સામાન્યથી લઈને
સર્જરી સુધીનું માર્ગદર્શન ફોન પર જ મળી રહે તે અંગેની વિગતોથી ડોક્ટરોને માહિતગાર કરવામાં આવ્યાં હતાં.
પાલીતાણાના પનોતા પુત્ર અને ભારત સરકારના આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાના સતત પ્રયત્નો થી પાલીતાણા માનસિહજી
હોસ્પિટલમાં અનેક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ એઇમ્સના ડોક્ટરોની મુલાકાતથી નવી સુવિધાઓમાં વધારો થશે.
આવનાર દિવસોમાં માનસિંહજી હોસ્પિટલમાં ગાયનેક તેમજ ઓર્થોપેડિક ડોક્ટરોની સેવા નિયમિત મળતી થાય તે માટેના પ્રયાસો
વિશેની ચર્ચા પણ આ મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી.
આમ, ભાવનગરની આરોગ્ય સુવિધાઓમાં તેને લીધે વૃધ્ધિ થશે અને લોકોને સ્થાનિક કક્ષાએ જ ઉચ્ચ તબીબી સેવાઓ મળતી થશે.
આ મુલાકાત સમયે પાલીતાણાના સ્થાનિક આગેવાનશ્રી ગોપાલભાઈ વાઘેલા, માનસિંહજી હોસ્પિટલના ડો.કલ્પનાબેન ચૌહાણ અને
તાલુકાના હેલ્થ ઓફિસર ડો.દિપક મકવાણા સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/