fbpx
ભાવનગર

રાજ્યની સ્પોર્ટ્સ સ્કુલમા વાળુકડ કે.વ શાળાના એક સાથે આઠ બાળકો પસંદ થયા

ગુજરાત ઝોનમા એક જ ગામના સૌથી વધુ બાળકો પસંદગી પામ્યા. પાલિતાણા તાલુકાની વાળુકડ કે.વ શાળાના બાળકોએ શાળાના આચાર્ય દિલીપસિંહ રાઠોડ અને બાળકોના કોચ પ્રવીણભાઈના માર્ગદર્શન હેઠળ વડોદરા ઝોનમાં યોજાયેલ હૉકીરમત પસંદગીમાં ભાગ લીધો હતો.  હૉકીની કસોટી લેવામા આવી જેમાં વાળુકડ એક જ ગામના એક સાથે આઠ ખેલાડીઓની પસંદગી થતા સમગ્ર શાળા પરિવારમા આનંદની લાગણી ફેલાઇ છે. હૉકી મેદાનની સુવિધા ન હોવાથી શાળાના બાળકો દ્વારા શાળા સિવાયના સમયે અને રજાઓમા પણ  વાળુકડ સ્પોર્ટ સ્કૂલના મેદાનમાં નિયમિત રીતે પ્રેકટિસ કરાવવામા આવતી હતી.

હર્ષરાજ રાઠોડ, શિવાંગ પરમાર અભય બારૈયા, રાહુલ બારૈયા, દિવ્ય વાઘાણી,નયન ગોહિલ,કુલદીપ બારૈયા, યુગ ચૌહાણ એમ કુલ આઠ બાળકોએ શાનદાર સફળતા મેળવતા સ્પોર્ટ્સ સ્કુલમા પસંદગી પામ્યા છે.શાળા તેમજ ગામનુ ગૌરવ વધારેલ છે, પસંદ થયેલ બાળકોને સ્પેશ્યલ કોચ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે અને આ બાળકોની શિક્ષણ ફી,હોસ્ટેલ ફી,સ્પોર્ટ્સ કિટ સહિત તમામ ખર્ચ સરકારશ્રી દ્વારા કરવામાં આવશે. પસંદ થયેલ બાળકોના વાલીઓએ શાળા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/